Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાજ્યમાં 12 ટકા વસતી ધરાવતો બ્રહ્મ સમાજ યુવા શક્તિ સાથે સંગઠિત બનાવવા તૈયારીઓ

યુવા, મહિલા, આઇટી, જનસંપર્ક, પ્લાનિંગ, મેટ્રીમોનિયલ, એમ્પ્લોયમેન્ટ, કલ્ચરલ, કર્મકાંડી બ્રાહ્મણ, સમુહલગ્ન અને સમૂહ યજ્ઞોપવિતમાટેના હોદ્દેદારો તેમજ કન્વિનરોની નિયુક્તિ કરી

અમદાવાદ :  સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી બ્રાહ્મણ યુવક અને યુવતિઓ માટે મેટ્રીમોનિયલ તેમજ નોકરી અનેરોજગાર માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની એપ્લિકેશન બનાવવાની આજે જાહેરાત કરવામાં આવી છે. એઉપરાંત સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય સેવાકીય કાર્યો માટેના વિવિધ સેલની રચના કરવામાં આવીછે.

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવનિયુક્ત પ્રમુખ પિનાકીન રાવલે જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ સમાજનીજેમ 12 ટકા વસતી ધરાવતો બ્રહ્મ સમાજ ટૂંકસમયમાં યુવા શક્તિ સાથે એક મોટા બિન રાજકીય સંગઠનતરીકે બહાર આવશે ગાંધીનગર સ્થિત બ્રહ્મભવનમાં યોજાયેલા એક સાદા સમારંભમાં સમાજનીસામાન્ય સભાએ રાજ્યના પ્રમુખની સર્વાનુમતે વરણી ઉપરાંત વિવિધ સેલ જેવાં કે યુવા, મહિલા, આઇટી, જનસંપર્ક, પ્લાનિંગ, મેટ્રીમોનિયલ, એમ્પ્લોયમેન્ટ, કલ્ચરલ, કર્મકાંડી બ્રાહ્મણ, સમુહલગ્ન અને સમૂહ યજ્ઞોપવિતમાટેના હોદ્દેદારો તેમજ કન્વિનરોની નિયુક્તિ કરી છે.

સમાજના નવા પ્રમુખે જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ માટે અત્યાર સુધી જે થયું નથી તે સમાજનાઆગેવાનોએ ભેગા મળીને કરશે. આ સમાજ પ્રસંગોચિત મિલન કાર્યક્રમો, યુવા તેમજ મહિલા સંમેલનો, સમૂહલગ્ન તેમજ સમૂહ યજ્ઞોપવિતનાકાર્યક્રમો યોજશે. એ ઉપરાંત યુવાન અને યુવતિઓ માટે એમ્પ્લોયમેન્ટએક્સચેન્જ તેમજ મેટ્રીમોનિયલ એપ્લિકેશનથી લાખો લોકોને જોડવામાં આવશે. સમાજની અલાયદી અનેઆધુનિક વેબસાઇટનું પણ ટૂંકસમયમાં લોન્ચિંગ કરવામાં આવશે.

સમાજના ભાવિ કાર્યક્રમોમાં બિઝનેસ સંમેલન, જોબફેર, સ્વરોજગાર સંમેલન, સમાજને ઉપયોગી થાય તેવીક્રેડિટ સોસાયટી, સિનિયર સિટીઝન માટેની યોજનાઓ, આરોગ્યના કાર્યક્રમો, જ્યોતિષ માર્ગદર્શન, વિવિધરમતોત્સવ સહિતના અનેક આયોજનનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થાય તે માટેસોશ્યલ સાઇટ્સ સાથે જોડાવા ઉપરાંત સમાજની યુટ્યુબ ચેલન શરૂ કરવામાં આવશે.

(11:31 pm IST)