Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

નવસારીના મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

દારૂ વેચવાની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્કાળજી બદલ ASI, હેડ કોન્સ્ટેબલ,5 કોન્સ્ટેબલ સામે કાર્યવાહી

નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 7 પોલીસ કર્મચારીઓને IGના હુકમથી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. છ માસ પૂર્વે IG દ્વારા પ્રોહીબીશનને ડામવા માટે એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં એક જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અન્ય જિલ્લામાં જઈને દારૂના વેચાણની પ્રવૃત્તિ ડામે તેવું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

આ ડ્રાઈવ દરમિયાન સુરત ગ્રામ્ય પોલીસે મરોલી વિસ્તારમાંથી 10 થી 12 હજારની કિંમતનો દારૂ ઝડપી પાડીને બુટલેગરો વિરુદ્ધ કેસ કર્યો હતો. જેમાં મરોલી પોલીસ સ્ટેશનના 7 જેટલા પોલીસ કર્મીઓની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જેથી તેઓને ફરજમાં બેદરકારી બદલ હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કર્મચારીઓની યાદી આ મુજબ છે

UASI સીતારામ શંકરભાઈ ભોયે, હેડ કોન્સ્ટેબલ નિકુલપરી બલદેવપરી ગોસ્વામી,

કોન્સ્ટેબલ અતુલ અશોક કુમાર સિંહ ચૌહાણ,

કોન્સ્ટેબલ ધર્મેશકુમાર મફતભાઈ ભોઈ

કોન્સ્ટેબલ નિતેશકુમાર જયેશ ભાઈ ચૌધરી,

કોન્સ્ટેબલ શૈલેષકુમાર બહાદુરભાઇ પરમાર,

કોન્સ્ટેબલ રમેશકુમાર નાગજી ભાઈ ચૌધરી

(6:31 pm IST)