Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

હાઇકોર્ટની નવી SOP જાહેરઃ ૧૦૦થી ઓછા કેસો હોય તેવા તાલુકા કક્ષાની કોર્ટોમાં ફીઝીકલ કાર્યવાહીઃ શરૂઃ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે

વકીલોના કોર્ટ પરિસરમાં પ્રવેશના મુદ્‌્‌ે ડેકલેરેશન ફોર્મ રજૂ કરવાનું રહેશેઃ બાર કાઉન્‍સીલ

રાજકોટ તા. ર૪ :.. ગુજરાત બાર કાઉન્‍સીલ દ્વારા થયેલ રજૂઆત બાદ હાઇકોર્ટે નવી એસ. ઓ. પી. જાહેર કરેલ છે. જેમાં ૧૦૦થી ઓછા કોવીડ કેસો હોય તેવી જગ્‍યાએ જીલ્લા-તાલુકાઓની કોર્ટોમાં નિયંત્રણો હેઠળ આજથી ફીઝીકલ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હોય આવી જગ્‍યાએ ફીઝીકલ કામગીરી શરૂ થનાર છે.
રાજકોટ જિલ્લામાં જામકંડોરણા, ભાયાવદર, કોટડાસાંગાણી, લોધીકા-પડધરી, વિંછીયા, વિગેરે સ્‍થળોએ ફીઝીકલ કાર્યવાહી શરૂ થયેલ હોવાનું જાણવા મળે છે.
નીચેની અદાલતોમાં પ્રત્‍યક્ષ કાર્યવાહીને મંજૂરી આપવા સાથે હાઇકોર્ટે શરતો પણ રાખી છે. કોર્ટ ચાલુ કરતાં પહેલા સંબંધિત ઓથોરીટી સાથે બેઠક કરવાની રહેશે. જો માર્ગદર્શીકાનું કડકાઇથી પાલન નહિ થાય તો ફીઝીકલ કાર્યવાહી બંધ કરવા પણ હાઇકોર્ટે નિર્દેશ આપ્‍યો છે.
દરમિયાન ગુજરાત હાઇકોર્ટના તા. ૭-૧-ર૦રર ના પરિપત્ર મુજબ રાજયની તમામ જિલ્લા અને તાલુકાની અદાલતો વર્ચ્‍યુઅલ મોડમાં એટલે કે વિડીઓ કોન્‍ફરન્‍સિંગ દ્વારા જ કાર્યરત હતી. જેમાં બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત તેમજ રાજયના તમામ બાર એસો. નોની રજૂઆતને ધ્‍યાને લઇ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્‍ટિસ દ્વારા એસ. સી. પી. સમિતિની તા. ૧૮-૧-ર૦રર ના રોજ મીટીંગ બોલાવવામાં આવેલ જેમાં તમામ તાલુકા અને જિલ્લાઓમાં કોરોના પોઝીટીવ કેસ ૧૦૦ થી ઓછા છે તે માટેની ગુજરાત હાઇકોર્ટની શરતો અને માર્ગદર્શીકાને આધીન રાજયની તમામ જિલ્લા અને તાલુકાની અદાલતો તા. ર૪-૧-ર૦રર થી નિયમિત કાર્યરત કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. રર-૧-ર૦રર ના પરિપત્રને ૩-આરજી-સી મુજબની માર્ગદર્શીકા ક્રમાંક ૧ થી ૩૯ સુધીની બહાર પાડવામાં આવેલ છે જેનું તમામ જિલ્લા અને તાલુકા બાર એસોસીએશનોએ ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે.
વધુમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર નં. ૩-આરજી-સી મુજબની માર્ગદર્શિકા ક્રમાંક ર૬, મુજબ તમામ બાર એસોસીએશનોએ સુનિヘતિ કરશે કે બારના સભ્‍ય - ધારાશાષાીઓ કોર્ટ પરિસરમાં પ્રવેશ માટે એક લેખિત ડેકલેરેશન આપવામાં આવે કે તેઓએ તાજેતરના ભુતકાળમાં કોઇપણ કન્‍ટેઇનમેન્‍ટ વિસ્‍તારની મુલાકાત લીધી નથી. તેમજ માર્ગદર્શીકા ક્રમાંક ર૭ મુજબ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત રાજયના તમામ બાર એસો. નોને આ ડેકલેરેશન ફોર્મેટ પ્રદાન કરશે.
ઉપરોકત પરિપત્ર નં. ૩-આરસી- મુજબની માર્ગદર્શીકા સંદર્ભે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત દ્વારા આ પત્ર સાથે ડેકલેરેશન ફોર્મેટ બીડેલ છે, જે મુજબ ગુજરાતના તમામ બાર એસોસી. ના પ્રમુખશ્રી સેક્રેટરીશ્રીઓને જણાવાનું કે, આપના બાર એસોસી. ના તમામ સભ્‍ય - ધારાશાષાીઓને આ બાબતની તાકીદે જાણકારી આપવા વિનંતી છે. તેમ બાર કાઉન્‍સીલે જણાવ્‍યું હતું.


 

(10:28 am IST)