Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કોરોનાની ત્રીજી લહેરને કારણે વિવિધ ક્ષેત્રોમાં અસર વર્તાઇ

લગ્નસરાને લીધે સોનાનો ભાવ વધ્યો

વડોદરા, તા.૨૪:  કોરોના કહેરને કારણે બે વર્ષથી સામાન્ય જનજીવન ખોરંભે પડયું હતું. કપરાકાળે લોકડાઉન સહિતની સમસ્યાઓમાં શુભપ્રસંગો-લગ્નસરા યોજાયા ન હતા. જેથી, અટકેલા પ્રસંગો આ વર્ષે યોજાઇ રહ્યા હોઇ હાલમાં સોનાની ખરીદી વધવા પામી છે.

ઓમિક્રોનની દહેશતે હજુ સુધી સોનાની ચમક દ્યટાડી નથી. અલબત્ત્।, બે વર્ષથી શુભપ્રસંગો-લગ્નસરાને લાગેલી વેકયુમબ્રેક આ વર્ષે ઢીલી પડી છે. જયારે, બીજીબાજુ છેલ્લા પખવાડિયા દરમિયાન ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ.૪૯૬૦૦ની આસપાસ રમતો હતો જે હાલમાં રૂ.૫૦૩૦૦ થયો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સરકારે લગ્નમાં ૧૫૦ વ્યકિતની લક્ષ્મણરેખા તાણી છે. જેને કારણે જાહોજલાલી, વરદ્યોડા, ફટાકડાના ધૂમધડાકા, મોટાપાયે જમણવાર, દંભ-દેખાદેખી સહિત ધામધૂમના ખોટા ખર્ચા બચતા યુવાન-યુવતીના માત-પિતા સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા થયા છે. જેને કારણે પણ સોનાની ખરીદી વધી છે. હાલની પરિસ્થિતીમાં વડોદરા શહેર-જિલ્લામાં રોજ સરેરાશ રૂ.૧૫થી ૨૦ કરોડનું સોનું ખરીદાય છે. એમ, શહેરના જવેલર્સ સુનિલ ગણદેવીકરે જણાવી ઉમેર્યું હતું કે સોનું શુકનવંતુ ગણાતું હોઇ બાળકના જન્મથી જીવનપર્યંત સોનાની ખરીદીનો ટ્રેન્ડ જારી રહે છે. બાળક-બાળકીના જન્મની ખુશી, જનોઇ-મૂંડન, બર્થ-ડે, રિંગ સેરેમની, લગ્નની તિથી, શુભ પ્રસંગો, સામાજિક વ્યવહાર સહિત રીત-રિવાજોમાં સંતાનોને સોનું આપવાનો ટ્રેન્ડ યથાવત છે. હિન્દુ ધર્મ-સંસ્કૃતિ સાથે પણ સોનું ઘરોબો ધરાવે છે. જયારે, બીજીબાજુ એશિયનોને સૈકાઓથી યલો મેટલનો ક્રેઝ વધુ હોઇ અનિવાર્ય સંજોગો સિવાય સોનાનો ભાવ ઉત્ત્।રોત્ત્।ર વધતો રહે છે.

આપણા દેશમાં સોનાની આયાત જારી છે. આગામી બજેટમાં ઇમ્પોર્ટ ડયૂટી(કસ્ટમ ડયૂટી)ઘટે તો સોનાનો ભાવ દ્યટવાની સંભાવના સેવાઇ રહી છે. જવેલર્સોએ ૪ ટકા ડયૂટી ઘટાડવા સરકારને રજુઆત કરી છે. જે સ્વીકારવામાં આવે તો સોનાનો ભાવ ઘટી શકે છે. ગિરીશ ગણદેવીકર,જવેલર્સ.

(11:09 am IST)