Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

૮૦ ટકા દર્દીઓ અને પરિવારજનો કોરન્ટાઇનના નિયમો પાળતા નથી એટલે કેસ વધી રહ્યા છે

ગુજરાતમાં કેસ વધવા પાછળનું મોટુ કારણ આ રહ્યું

અમદાવાદ, તા.૨૪: કોરોનાના કેસના આંકડા તો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. આ કેસ પર કાબુ કેવી રીતે મેળવવો તેની મથામણ તો આરોગ્ય તંત્ર કરી રહ્યું છે.  પરંતુ કેસ કેમ વધી રહ્યા છે તેના કારણો પણ જાણવાની જરૂર છે. કોરોનાના રોકેટ ગતિથી કેસમાં ઉછાળો આવવા પાછળનું મુળ કારણ કોરન્ટીનના નિયમોનું યોગ્ય પાલન ન થતુ હોવાનું ડોકટર્સ માની રહ્યા છે. અત્યારે અંદાજે ૮૦ ટકા દર્દીઓ અને તેઓના પરિવારજનો પરિવારમાં કોરોનાનો કેસ આવ્યા પછી કોરન્ટીન નિયમનું પાલન કરતા નથી તેવું ડાઙ્ખકટર્સ જણાવી રહ્યા છે.

ઉત્ત્।રાયણનો તહેવાર બાદ એકાએક કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. રાજયમાં રોજ અંદાજે ૨૦ હજારથી વધુ કેસ કોરોનાના નોંધાઇ રહ્યા છે. જોકે કોરોનાની આ લહેર પાછળ લોકોનું બેદરકારી ભર્યું બીહેવીયર જ જવાબદાર છે. તહેવાર ભલે પત્યો પણ હજુ લગ્નસરાની મૌસમ ચાલી રહી છે અને આ સામાજિક મેળાવડાઓમાં નિયમો નેવે મુકાઈ જ રહ્યા છે. છતાં  ગત ૭ જાન્યુઆરીથી કેસ આવવાની શરૂઆત અને ૧૪ જાન્યુઆરી બાદ વધારો થયો.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહ જણાવે છે કે, કોરોનાના કેસ એકાએક વધવા પાછળનું મૂળ કારણ સેલ્ફ કોરન્ટીનના નિયમનું યોગ્ય પાલન ન થવું. કેસ વધતા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરતા હતા ત્યાં સુધી બરાબર હતું. પણ હાલ પણ અમદાવાદમાં રોજ ૨૫ હજારથી વધુ લોકો કોરોના ટેસ્ટિંગ કીટ લાવી જાતે દ્યરે ટેસ્ટ કરી જો પોઝિટિવ જણાય તો સેલ્ફ કોરન્ટીન થઈ રહ્યા છે તેવી જ રીતે કેટલાક લોકો RTPCR ટેસ્ટ કરાવી સેલ્ફ કોરન્ટીન થવા લાગ્યા ત્યાં જ દ્યણી બેદરકારી સામે આવી છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, જેમ કે પરિવારમાં કોઈ એક સભ્યનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે એટલે એ વ્યકિત સેલ્ફ કોરન્ટીન થઈ જાય તે સારી બાબત છે પણ તે વ્યકિતની સાથે રહેનારા લોકોમાં ભલે કોરોનાના લક્ષણ ન હોય પણ તેઓ A સીમટોમેટિક તો હોઈ શકે છે. અને એ દ્યરના લોકો બિન્દાસ્ત રીતે જાહેરમાં અને બજારમાં ફરતા હોય અને બેદરકારી દાખવતા હોય છે.

જો તેઓ જાગૃત થઈ પોઝિટિવ દર્દીની જેમ પરિવારના અન્ય સભ્યોએ પણ સેલ્ફ કોરન્ટીન રહી જાહેરમાં અવરજવર ટાળવી જોઈએ. જે પ્રોપર રીતે જળવાતું નથી. આ ત્રીજી લહેરમાં હાલ ભલે કોરોનાની દ્યાતકતા ઓછી હોય પણ કોરોનાને હળવાશથી લેવાની ભૂલ કયારેય ન કરવી જોઈએ.

(11:09 am IST)