Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે પિનાકીન રાવલની વરણી

રાજયમાં ૧ર ટકા વસતી ધરાવતો બ્રહ્મ સમાજ યુવા શકિત સાથે બહાર આવશે : લગ્ન અને રોજગાર વિષયક એપ્લિકેશન સાથે વેબસાઇટ અને યુટયુબ ચેનલ શરૂ કરાશે

ગાંધીનગર, તા. ર૪ : સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી બ્રાહ્મણ યુવક અને યુવતિઓ માટે મેટ્રીમોનિયલ તેમજ નોકરી અનેરોજગાર માટે એમ્પ્લોયમેન્ટ એકસચેન્જની એપ્લિકેશન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય સેવાકીય કાર્યો માટેના વિવિધ સેલની રચના કરવામાં આવી છે.

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવનિયુકત પ્રમુખ પિનાકીન રાવલે જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ સમાજનીજેમ ૧૨ ટકા વસતી ધરાવતો બ્રહ્મ સમાજ ટૂંકસમયમાં યુવા શકિત સાથે એક મોટા બિન રાજકીય સંગઠનતરીકે બહાર આવશે.

આ પ્રસંગે સમાજના નવા પ્રમુખે જણાવ્યું હતું કે બ્રહ્મસમાજ માટે અત્યાર સુધી જે થયું નથી તે સમાજનાઆગેવાનોએ ભેગા મળીને કરવાનું છે. આ સમાજ પ્રસંગોચિત મિલન કાર્યક્રમો, યુવા તેમજ મહિલા સંમેલનો, સમૂહલગ્ન તેમજ સમૂહ યજ્ઞોપવિતના કાર્યક્રમો યોજશે. સમાજની અલાયદી અનેઆધુનિક વેબસાઇટનું પણ ટૂંકસમયમાં લોન્ચિંગ કરવામાં આવશે.સમાજના ભાવિ કાર્યક્રમોમાં બિઝનેસ સંમેલન, જોબફેર, સ્વરોજગાર સંમેલન, સમાજને ઉપયોગી થાય તેવીક્રેડિટ સોસાયટી, સિનિયર સિટીઝન માટેની યોજનાઓ, આરોગ્યના કાર્યક્રમો, જ્યોતિષ માર્ગદર્શન, વિવિધરમતોત્સવ સહિતના અનેક આયોજનનો સમાવેશ થાય છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:28 pm IST)