Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

આદિત્ય બિરલા સન લાઇફને પોર્ટફોલીયો મેનેજમેન્ટની મંજુરી

 (કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા.ર ૪ : આદિત્ય બિરલા સન લાઈફ AMC લિમિટેડ (ABSLAMC)ને ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં બ્રાન્ચ ઓફિસ દ્વારા પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ હાથ ધરવા માટે IFSCA દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ABSLAMC દ્વારા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફટ સિટી) ખાતે નવું એકમ સ્થાપવું એ એક વ્યૂહાત્મક પગલું છે. તેનાથી એનઆરઆઈ સહિત વૈશ્વિક ગ્રાહકોને તેની પહોંચ અને સર્વિસ આપીને તે પોતાના આંતરરાષ્ટ્રીય બિઝનેસનો વિકાસ કરી શકાશે. ABSLAMC એ દેશમાં ચોથું સૌથી મોટું એસેટ મેનેજર છે જે સમગ્ર ભારતમાં ર૮૦ થી વધુ સ્થળોએ અને દુબઈ, સિંગાપોર અને મોરેશિયસ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પહેલેથી જ હાજરી ધરાવે છે.

આ વિશે ટિપ્પણી કરતા આદિત્ય બિરલા સન લાઈફઅખઈ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી એ બાલાસુબ્રમણ્યને જણાવ્યું હતું કે, ABSLAMCના બિઝનેસ મોડલમાં આ નોંધપાત્ર ઘટના છે. અમારી GIFT IFSC શાખા દ્વારા અમે વર્તમાન તથા સંભવિત ગ્રાહકોને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને એડવાઇઝરી પૂરી પાડી શકીશું, જેમાં સોવરિન વેલ્થ ફંડ્સ, ફેમિલી ઓફિસ, ગ્લોબલ ફંડ, સંસ્થાકીય રોકાણકારો, હાઈ નેટવર્થ વ્યકિતઓ (એચએનઆઈ)નો સમાવેશ થાય છે.

(3:32 pm IST)