Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વાપી નગરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજના માટે રૂ. ૩૧.પ૩ કરોડના કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સૈદ્ધાંતિક મંજૂરી : વાપી નગરપાલિકા વિસ્તારમાં કુલ ૮ વોર્ડમાં ૪૪.૮૪ કિ.મીટરનું નેટવર્ક બનશે

૮ વોર્ડમાં ૪૪.૮૪ કિ.મીટરનું નેટવર્ક બનાવવા તેમજ હયાત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વ્યવસ્થાનો મહત્તમ ઉપયોગ થાય તે માટેના રજૂ થયેલા કામોને અનુમતિ

રાજકોટ તા.૨૪ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના વાપીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ગટર અને પાઇપ ડ્રેનેજના કામો માટે રૂ. ૩૧.પ૩ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વાપી નગરપાલિકાએ શહેરી વિકાસ વિભાગ મારફતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાપી નગરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ યોજનાના કામો માટે મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ રૂ. ૩૧.પ૩ કરોડની દરખાસ્ત રજૂ કરી હતી.

 ભૂપેન્દ્રભાઈ પટેલે આ દરખાસ્તને અનુમોદન આપીને વાપી નગરપાલિકા વિસ્તારમાં કુલ ૮ વોર્ડમાં ૪૪.૮૪ કિ.મીટરનું નેટવર્ક બનાવવા તેમજ હયાત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વ્યવસ્થાનો મહત્તમ ઉપયોગ થાય તે માટેના રજૂ થયેલા કામોના અંદાજોને અનુમતિ આપી છે. 

તદ્દઅનુસાર, વાપી નગરમાં સ્ટોમ વોટર ડ્રેનેજ માટે રૂ. ર૪.૯૪ કરોડ સહિત ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કેપ્સુલ, ડિસીલ્ટીંગ એન્ડ રિમૂવલ ઓફ એક્ઝીટીંગ પાઇપલાઇન, રિવેમ્પીંગ ઓફ એક્ઝીટીંગ નેચરલ ડ્રેઇન વગેરે મળીને કુલ ૭ જેટલા કામો માટે આ રૂ. ૩૧.પ૩ કરોડની રકમના કામોને સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીશ્રીએ આપી છે. 

(4:01 pm IST)