Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સુરત સાયબર સેલે ડ્રાઇવિંગ ટેસ્ટ વિના લાઇસન્સ કાઢનાર અને કઢાવનારને પકડી પાડયા પોલીસ કાર્યવાહીની ભારે પ્રશંસા

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સૂચનાના પગલે સાઇબર ક્રાઇમના માસ્ટર માઈન્ડ એસીપી યુવરાજસિંહની ટીમે આરટીઓમાં ચાલતી લાલીયાવાડીનો પર્દાફાશ કર્યો પર્દાફાશ થતા ફોલ્ડરીયા થયા મિસ્ટર ઇન્ડિયા

(કાર્તિક બાવશી દ્વારા ) વલસાડ : સુરત આરટીઓમાં મળતિયાઓ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાઇસન્સ અપાવવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો હતો જેની જાણ સુરત સાયબર સેલ થતા તેમણે આરટીઓ ઉપર દરોડો પાડી ડ્રાઇવિંગ ટેસ્ટ વિના લાઇસન્સ આપનાર અને લેનાર મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સૂચનાના પગલે સુરત સાયબર સેલે તપાસ હાથ ધરી આરટીઓ કચેરીમાં એજન્ટ દ્વારા ગેરકાયદેસર ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી આપવાનું ષડયંત્ર ખુલ્લો પાડવા તપાસ હાથ ધરી હતી.જેમાં આરટીઓ એજન્ટ સાહિલ શાહ નવાજ વઢવાણીયા, ઇન્દ્રજીત ખુમાનસિંહ ડોડીયા,જશ મેહુલ પંચાલ અને નિલેશકુમાર ત્રિભુવનદાસ મેવાડાને પકડી પાડયા હતા.આરટીઓ એજન્ટ અને કેટલાક કર્મચારીઓ લાઇસન્સ લેવા આવનાર લોકો પાસેથી પૈસા વસૂલી તેમની ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા વિના જ તેમને પાકું લાયસન્સ અપાવવાનો વેપલો કરતા હતા. જેને સુરતની સાયબર સેલ ધીમે પકડી પાડયા છે અને તેમની પાસેથી વિના ડ્રાઈવિંગ ટેસ્ટ આપી લાઇસન્સ બન્યું હોય એવા દસ લાયસન્સ પણ પકડી પાડયા છે.

(6:21 pm IST)