Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કડક કાર્યવાહી: ઉમરગામ પોલીસે લગ્નમાં વધુ લોકો ભેગા થતા કાર્યવાહી કરી

ગૃહ મંત્રાલયના જાહેરનામાનો ભંગ કરી 150 કરતાં વધુ માણસો લગ્ન પ્રસંગમાં ભેગા કર્યા. અને લગ્ન મંડપમાં સામાજિક અંતરનું પાલન ન કરાવી ગુનો કરતાં આયોજક સામે આઇપીસી કલમ-૧૮૮ તથા જી.પી.એકટ કલમ-135 મુજબ ઉમરગામ પોલીસે કાર્યવાહી કરી

(કાર્તિક  બાવીશી દ્વારા )વલસાડમાં કોરોના બેફામ બનતા તંત્ર કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે કોરોના ગાઇડ લાઇનનું પાલન ના કરનારા સામે પોલીસે લાલઆંખ કરી છે જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાની કડક સૂચનાએ નિયમો ભગં કરનારને કાયદાના પાઠ ભણાવ્યા હતા ઉમરગામના સોળસુંબા ગામે લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઇડ લાઇનનો ભંગ થતો હતો સાથે 150થી વધુ માણસો ભેગા થયા હતા જેને લઇ ઉમરગામ પોલીસે આયોજક સામે ગુનોં નોંધી વધુ કાર્યવાહી હાથ ધરતા અન્ય આયોજકોમાં ફફડાટ ફેલાયો છે.

 ઉમરગામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી મયુરભાઈ દશાભાઈ ગામીત 7થી 22 જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યુના હુકમનો અમલ કરવા પોલીસ કર્મી ઉમેશભાઈ ધીરુભાઈ સાથે સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોળસુંબા ગંગાદેવી રોડ ભૂતિયા ફળીયા ખાતે પહોંચ્યા હતા.જ્યાં ગુરૂવાર રાત્રે લગ્ન પ્રસંગ ચાલતો હતો.જેને લઈ પોલીસ કર્મીઓ મંડપમાં જઇ લગ્ન વિષયક મંજૂરી માંગતા તેમની પાસે સરકારની કોઇ મંજૂરી ન હતી સાથે સાથે લગ્ન પ્રસંગના આયોજક ઉત્સવ રાજેશભાઈ કામળી (ઉં.વ 23) ધંધો-વેપાર સોળસુંબા ગંગાદેવી રોડ ભૂતિયા ફળિયુએ સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામાનો ભંગ કરી 150 કરતાં વધુ માણસો લગ્ન પ્રસંગમાં ભેગા કર્યા હતા. અને લગ્ન મંડપમાં સામાજિક અંતરનું પાલન ન કરાવી ગુનો કરતાં આયોજક સામે આઇપીસી કલમ-૧૮૮ તથા જી.પી.એકટ કલમ-135 મુજબ ઉમરગામ પોલીસે કાર્યવાહી કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે કાર્યવાહી કરતા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ હતી

(6:22 pm IST)