Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

ચિલોડા-હિંમતનગર હાઇવે નજીક લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરનાર બે મુસાફરોને ઝડપી પોલીસે 71 હજારની કિંમતનો જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર લકઝરી અને એસટી બસમાં દારૃની હેરાફેરીનો સિલસિલો વધી રહયો છે ત્યારે ચિલોડા પોલીસે રાજસ્થાનથી આવતી બસમાંથી જુનાગઢ અને રાજકોટના  બે મુસાફરોને વિદેશી દારૃની બોટલો સાથે ઝડપી લીધા હતા ૭૧ હજાર ઉપરાંતની વિદેશી દારૃનો બોટલો કબ્જે કરીને તેમની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.    

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વીદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે બુટલેગરો હવે ખેપિયાઓ મારફતે લકઝરી કે એસટી બસમાં દારૃની હેરફેર કરાવી રહયા છે. ત્યારે ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર પોલીસ નાકાબંધી ગોઠવીને રાજસ્થાન તરફથી આવતી બસોનું ચેકીંગ કરીને ખેપિયાઓને પકડી રહી છે. ચિલોડા પોલીસની ટીમે ચંદ્રાલા પાસે એઆર-૦૧-ટી-૫૫૬૫ નંબરની લકઝરી બસને રોકાવી તેમાં તપાસ કરતાં બે મુસાફર નિલેશ સુરેશભાઈ ભુગમલ રહે.બીલખાજુનાગઢ અને પંકજ ઉકાભાઈ રાજાઈ રહે.૩૦૩ વસુધા એપાર્ટમેન્ટજયોતિનગરરાજકોટ સીટી પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૃની ૨૪ બોટલ ઝડપી લીધી હતી. દારૃનો જથ્થો કયાંથી લાવ્યા હતા તે જાણવા તપાસ શરૃ કરી હતી. પોલીસે ૭૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ તેમની પાસેથી જપ્ત કરી લીધો હતો. નોંધવું રહેશે કે છેલ્લા ઘણા સમયથી માર્ગ ઉપર લકઝરી અને એસટી બસમાં મુસાફરોની સાથે હવે પાર્સલની આડમાં પણ વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસે શરૃ થયેલી પ્રકારની નવી મોડશ ઓપરેન્ડીને ડામવા માટે કોઈ નવો એકશન પ્લાન તૈયાર કરવો પડશે. 

(6:45 pm IST)