Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કલોલમાં તસ્કરોનો તરખાટ:ચાર દુકાનના તાળા તોડી 26 હજારની તસ્કરી

કલોલ: કલોલમાં તસ્કરીની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે  ચોરો  દુકાનો ના તાળા તોડી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે કલોલના બસ મથક પાછળ આવેલ દુકાનના તાળા તોડી તસ્કરો દુકાનની અંદરથી સિગારેટ તથા બીડીના પેકેટો અને અન્ય પરચૂરણ માલ સામાન મળી કુલ ૨૬૨૯૦ની માલમત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટનાને પગલે આસપાસના દુકાનદારોમાં ફફડાટ નું મોજું ફરી વળ્યું છે

બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં તસ્કરો એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે કલોલમાં અગાઉ સાતથી વધુ દુકાનના બનાવો બન્યા છે ત્યારે વધુ એક દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે જેમાં કલોલના બસ ડેપોની પાછળ આવેલ હરિ ઓમ ટ્રેડિંગ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને દુકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યોે હતો અને દુકાનની અંદરથી થેલામાં મુકેલા સિગારેટના ૯૪ પેકેટ કિંમત રૃપિયા ૮૪૯૦ તથા અલગ અલગ પ્રકારની બીડીના ૨૯ પેકેટ કિંમત રૃપિયા ૧૧૬૦૦ તથા ગુટખાના પેકેટ અને પરચૂરણ મળી કુલ રૃપિયા ૨૬૨૯૦ ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટનાને પગલે આસપાસના વેપારીઓમાં ફફડાટ સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું  અને ચોરીના બનાવ અંગે પોલીસે દુકાનના માલિક મહેશકુમાર દોલતરામની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે કલોલમાં એક બાદ એક ચોરીની ઘટનાઓ બનવા લાગતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે પોલીસ તસ્કર ટોળકીને ઝબ્બે કરે તેવી માંગણી ઉઠવા પામી છે.

(6:46 pm IST)