Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

નડિયાદ:વસોમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી સાત શકુનિઓને ઝડપી પાડયા

નડિયાદ : વસો પોલીસે શનિવારે સાંજે ટુંડેલ તમાકુની ખરી પાછળ જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતાં સાત શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી બે વાહનો તથા જુગાર રમવાનાં સાધનો તેમજ રોકડા રૂ.૧૦,૩૨૦ મળી કુલ રૂ.૮૧,૩૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વસો પોલીસને બાતમી મળી હતી કે નડિયાદ તાલુકાના ટંડેલ સીમમાં આવેલી તમાકુની ખરી પાછળ જુગાર રમાય છે. જેથી પોલીસે રેઇડ પાડતા પત્તા પાનાંનો હાર જીતનો જુગાર રમતાં સાત શખ્સ ઝડપાયા હતા. પોલીસે મિતેષ ઉર્ફે મોન્ટુ રમેશભાઇ રાજપૂત, વિષ્ણુ કનુભાઈ ગોહેલ, વિંકલ અશોક વાઘેલા, સુરેશ ચેલા મારવાડી, ઉમંગ ઉર્ફે મંગો રાજેશ મેકવાન, દિનેશ રમેશભાઇ રાવળ, બળદેવ પોપટભાઈ ગોહેલ સામે ગુનો નોંધ્યો હતોદરોડોામાં પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, દાવ પર લગાવેલ રૂ.૭૭૦, અંગજડતીમાં રૂ.૯૫૫૦ મળી કુલ રૂ.૧૦૩૨૦ રોકડ તેમજ બે વાહન મળી કુલ રૂ.૮૧૩૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો

(6:47 pm IST)