Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વડોદરા નજીક આવેલ દરજીપુરામાં પીવાના પાણીના મુદ્દે હોબાળો

વડોદરા:શહેર નજીક આવેલ અને દરજી પુરા ગામ ના રહેવાસીઓએ આજે પીવાના પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. દરજીપુરા ગામનો સમાવેશ 22 વર્ષ પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં થઈ ગયો હોવા છતાં પ્રાથમિક સુવિધા મળતી નથી.

દરજીપુરા ગામના રહીશોએ જણાવ્યું હતું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 22 વર્ષ પૂર્વે દરજી પુરા ગામ નો સમાવેશ થઈ ગયો હતો તેમ છતાં આજદિન સુધી પ્રાથમિક સુવિધાનો અભાવ રહેલો છે. પીવાના પાણી માટે ટાંકી બાંધવામાં આવી અને તેમાંથી ઉદ્ઘાટન ના દિવસે માત્ર એક દિવસ પીવાનું પાણી દરજીપુરા ના વિસ્તારને આપવામાં આવ્યું હતું પરંતુ પછી મીઠું પાણી આપવાનું બંધ કરી દીધું હતું કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા તો ઇન્ક્રિમેન્ટલ ચાર્જીસ મને development ચાર્જીસ ની રકમ ભરપાઇ કરો તે પછી પાણી મળશે ટીવી ફરજ પાડવામાં આવી છે ખરેખર તો માત્ર નવું કનેક્શન હોય તો તેનો ચાર્જ આપવાનો હોય છે તેમ છતાં કોર્પોરેશન દ્વારા આડોડાઈ કરવામાં આવે છે જે સામે દરજીપુરા ગામના લોકો આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરશે.

(6:49 pm IST)