Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વડોદરાના અકોટા વિસ્તારમાં નશામાં પુરપાટ ઝડપે કાર ચલાવતા ચાલક સહીત મિત્રોની પોલીસે રંગેહાથે ધરપકડ કરી

વડોદરા: શહેરના અકોટા વિસ્તારમાં મોડી સાંજે દારૂના નશામાં પૂર ઝડપે કાર હંકારતા ચાલક અને તેના મિત્રને પોલીસે ઝડપી પાડયા હતા. ગોત્રી પોલીસની ટીમ ગઈ મોડી સાંજે અકોટા સ્ટેડિયમ નજીક પેટ્રોલિંગમાં હતી અને કોરોના ની ગાઈડલાઈન ના અમલ માટે કાર્યરત હતી તે દરમિયાન ધનંજય સોસાયટીના ગેટ સામેથી એક કાર પૂરઝડપે અને વાંકીચૂકી ધસી આવતી હોઈ પોલીસે તેને અટકાવી હતી. પોલીસે પૂછપરછ કરતાં કારચાલકનું નામ શીતલ રમેશભાઈ શાહ (આદિત્ય એપાર્ટમેન્ટ, શ્રી નગર સોસાયટી,અકોટા) તેમજ તેની સાથે બેઠેલા નું નામ મંગેશ નાથુલાલ જૈન (ધનંજય સોસાયટી,અકોટા સ્ટેડિયમ પાસે) હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે બ્રેથ એનેલાઇઝર થી બંનેને ચેક કરતાં બંને જણા નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી બંનેની અટકાયત કરી દારૂબંધીના અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા.

(6:50 pm IST)