Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

અહેવાલની અસર :નવસારી પાલિકાજાગ્યું:પાલિકાના 50 કર્મચારીઓની ટીમ શાકભાજી માર્કેટમાં સર્કલ બનાવીને વેપારી તથા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈન અંગે માર્ગદર્શન આપશે

તંત્રની કામગીરીને લોકોએ વધાવી:રવિવારે મોડી સાંજે 8 વાગ્યે માર્કેટ બંધ રહેશે તેવી જાહેરાત કરતી રીક્ષા શહેરમાં ફેરવી પણ અનેક વેપારીઓ આ નિર્ણયથી અજાણ હોવાથી આજે વહેલી સવારે શાકભાજી વેચવા આવતા તેમને માર્કેટ બંધ થવાની જાણ થઈ હતી. જેમાંના કેટલાક લોકોએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો

(કાર્તિક  બાવીશી  દ્વારા ) વલસાડ :નવસારીમાં શાકભાજી માર્કેટમાં કોઈ ગાઇડ લાઇનનું પાલન  થતું ના હતું આ અંગે તંત્ર બે ફિકર અહેવાલ આવતા જ તંત્ર  જાગ્યું હતું નવસારીમાં  કોરોના બેફામ થયો છે  ત્યારે તંત્ર જાગતા લોકોએ રાહત નો શ્વાસ લીધો છે નવસારી શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની ચેન તોડવા માટે વહીવટીતંત્ર સાથે પાલિકાની ટીમ પણ એક્ટિવ થઈ છે.જેના પગલે પાલિકા કચેરીની બાજુમાં આવેલા શાકભાજી માર્કેટને એક દિવસ માટે હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે પાલિકાના 50 કર્મચારીઓની ટીમ શાકભાજી માર્કેટમાં સર્કલ બનાવીને વેપારી તથા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈન અંગે માર્ગદર્શન આપશે. સાથે જ સમગ્ર માર્કેટને સેનિટાઇઝ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે સુપર સ્પ્રેડર એવા શાકભાજી વેચતા વેપારીઓને ટાર્ગેટ કરીને સંક્રમણ રોકવા માટે કવાયત શરૂ થઈ છે. છેલ્લા અનેક દિવસોથી વેપારી અને ગ્રાહકો બેફિકર બનીને SOP ગાઈડલાઈનનું પાલન કરવામાં નિષ્ફળ સાબિત થયા હતા. જેથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે આજે સોમવારે નવસારી વિજલપોર નગરપાલિકા એક્ટિવ બની છે.પાલિકાએ ગઈકાલે રવિવારે મોડી સાંજે 8 વાગ્યે માર્કેટ બંધ રહેશે તેવી જાહેરાત કરતી રીક્ષા શહેરમાં ફેરવી હતી. પણ અનેક વેપારીઓ આ નિર્ણયથી અજાણ હોવાથી આજે સોમવારે વહેલી સવારે શાકભાજી વેચવા આવતા તેમને માર્કેટ બંધ થવાની જાણ થઈ હતી. જેમાંના કેટલાક લોકોએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે.હાલમાં શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવે છે. જેને લઇને ક્યારેક માસ્કના નિયમો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી, ત્યારે લોકો પાસે કડકાઈથી SOPની ગાઈડલાઇનનું પાલન કરાવા માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે.પાલિકા જાગ્રુત બનતા તંત્ર ની  કામગીરી ને લોકોએ વધાવી હતી

(7:08 pm IST)