Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

તમિલનાડુની વિદ્યાર્થિનીને ધર્મપરિવર્તન કરવા ત્રાસ આપનાર દોષિતો સામે પગલા લેવા અભાવિપે નર્મદા આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તમિલનાડુના થંજાવુરની ધોરણ 12 ની વિદ્યાર્થિનીને ધર્મપરિવર્તન કરવા માનસિક ત્રાસ આપી આત્મહત્યા તરફ ધકેલનાર દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે આજરોજ નર્મદા જિલ્લા કલેક્ટરને અખિલ ભારતીય વિધાર્થીપરિષદ નર્મદા જિલ્લો આવેદનપત્ર આપ્યુ હતુ

આવેદનમાં જણાવ્યા મુજબ તારીખ 19 જાન્યુઆરીના રોજ તમિલનાડુના થંજાવુરમાં હાયર સેકન્ડરી સ્કૂલ ,તિરૂકટ્ટપલી ખાતે ધોરણ 12 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો આત્મહત્યા કરવાનો બનાવમાં સ્કૂલના અધિકારીઓએ વિદ્યાર્થીનીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું દબાણ કરવામાં આવ્યું .ધર્મ પરિવર્તન કરવા માટે વિધાર્થીની ઉપર શારીરિક અને માનસિક દબાણ પણ કરવામાં આવ્યું હતું, આ સમગ્ર ઘટનામાં તમિલનાડુ શાળા પ્રશાસન દ્વારા વિધાર્થીની નો ધર્મ પરિવર્તન કરવા હેરાન કરવામાં આવી હતી ,જેના કારણે વિદ્યાર્થીનીને આત્મહત્યા સુધીનું પગલું ભરવું પડ્યું ,શૈક્ષણિક સંસ્થાનોની આડમાં આ પ્રકારના કૃત્યો ભારતીય બંધારણનું પણ અપમાન કરે છે માટે આ સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવે તેમજ દોષિત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર આજે કલેક્ટરને અપાયું હતું.

(10:41 pm IST)