Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

અમદાવાદ : પીજી ચલાવતા પતિને અન્ય યુવતીઓ સાથે આડાસંબંધનો આરોપ: પત્નીએ નોંધાવી ફરિયાદ

આરોપી ગૌરવ 5થી 6 PG ચલાવે છે જેમાં રહેતી યુવતીઓ સાથે તે પત્ની કરતા વધુ સમય વિતાવે છે

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં રહેતી પત્નીએ તેના પતિ સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આ યુવતીના લગ્ન 5 વર્ષ પહેલાં પરિવારની સંમતિથી થયા હતા. જો કે લગ્નના થોડા સમય પછી જ તેનો પતિ તેની સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરવા લાગ્યો હતો જો કે યુવતીએ આ વાતો તેના પરિવારથી છુપાવીને સંસારને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ ઘટનાક્રમ ચાલુ જ રહ્યો હતો.

જેને કારણે અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. યુવતીનો પતિ ગૌરવ શાખરવાટે PG પણ ચલાવે છે જેને કારણે PG માં રહેતી યુવતીઓ સાથે પણ સમય વિતાવતો હતો જેને કારણે ફરિયાદી યુવતીને તેના પતિના આ યુવતીઓ સાથે આડા સંબંધ હોવાની પણ શંકા હતી. જેને કારણે ફરિયાદી યુવતીએ તેના પતિ ની તપાસ કરતા તે PG ની યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.

ફરિયાદી યુવતીનો પતિ એટલો નિષ્ઠુર છે કે ફરિયાદ બાદ તેણે યુવતીને ગળું દબાવી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.છેલ્લા કેટલાય સમયથી આરોપી ગૌરવ 5થી 6 PG ચલાવે છે જેમાં રહેતી યુવતીઓ સાથે તે પત્ની કરતા વધુ સમય વિતાવે છે આ કારણથી કંટાળેલી ફરિયાદી યુવતીએ આખરે સેટેલાઇટ પોલીસનો સહારો લીધો છે જો કે ફરિયાદ પછી પણ યુવતીના પતિની શાન ઠેકાણે આવી નથી. ફરિયાદ બાદ તેણે તેની પત્નીને કહ્યું હતું મારી બધે જ ઓળખાણ છે જેથી મને કશું નહીં થાય.. જો કે હાલ તો ફરિયાદને આધારે સેટેલાઇટ પોલીસે આરોપી ને પકડવા તજવીજ હાથ ધરી છે.

ફરિયાદી મહિલાનો આક્ષેપ છે કે તેનો પતિ PG ચલાવવાને બહાને યુવતીઓ સાથે ઐયાસી કરે છે. અને આ જ કારણથી સેટેલાઈટ પોલીસ ગૌરવ સામે કાર્યવાહી કરીને PG પણ બંધ કરાવે જેથી ફરિયાદી યુવતીનો ઘરસંસાર સારી રીતે ચાલી શકે તેવી યુવતીએ માંગ કરી છે.

(11:46 pm IST)