Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

અમદાવાદમાં પ્રેમનો કરૂણ અંજામ : સગીર આપઘાત કેસમાં પ્રેમિકાના પિતાની ધરપકડ

ચાંદખેડામાં વિસ્તારમાં 16 વર્ષના સગીરે પ્રેમિકાના પિતાના ડરથી જીવન ટૂંકાવ્યું :એકના એક દીકરાના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો

અમદાવાદના ચાંદખેડામાં 16 વર્ષના સગીરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાના પિતાએ ધમકી આપતા અને યુવકને માનસિક ત્રાસ આપતા સગીરે આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. જેમાં મૃતક સગીરના પરિવારે દીકરાને ન્યાય મળે તેવી માંગ કરી છે. તેમજ ચાંદખેડા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

 ચાંદખેડામાં વિસ્તારમાં 16 વર્ષના સગીરે પ્રેમિકાના પિતાના ડરથી જીવન ટૂંકાવ્યું છે જેના લીધે એકના એક દીકરાના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો છે. જેમાં ઘટનાની વાત કરીએ તો 22 જાન્યુઆરીની રાત્રે 16 વર્ષના ક્રિશ વર્માએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો કારણ કે પ્રેમિકાના પિતા પ્રમોદસિંઘે ફોન પર ધમકી આપતા હતા.

પરિવારે આક્ષેપ કર્યો કે પ્રમોદસિંઘ ક્રિસને એટલો માનસિક ત્રાસ આપતા હતા કે ક્રિસે તેમનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. જ્યારે પ્રમોદસિંઘ ક્રિસના માતા પિતાને ફોન કરીને જાણ કરી ત્યારે ક્રિસને મનમાં લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો.

ક્રિસ વર્મા ચાંદખેડામાં કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આ સ્કૂલમાં જ તેની મિત્ર સાથે પ્રેમ સંબંધ હતો.. જેની જાણ પ્રમોદસિંઘને થતા તેને ક્રિસને ધમકાવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. ક્રિસ ભણવામાં હોશિયાર હતો અને પોતાના કરિયર માટે ગંભીર હતો. જ્યારે આરોપી શિક્ષક હતો તેને ક્રિસને કરિયર ખતમ કરવાની ધમકી આપી. તેમજ આખો મામલો ક્રિસના માતા પિતા સમક્ષ આવ્યો હતો.

જેથી પ્રેમિકાના પિતાનો ડર તેમજ મિત્રો, સમાજ અને પરિવારમાં બદનામીનું લાગી આવતા ક્રિસે આત્મહત્યા કરી હતી. સગીરના આપઘાત કેસમાં ચાંદખેડા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આરોપી પ્રમોદસિંઘની ધરપકડ કરી છે. જ્યારે એટ્રોસીટીની ફરિયાદ હોવાથી આ કેસની તપાસ STSC સેલને સોંપવામાં આવી છે.

(12:33 am IST)