Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વરાછામાં બસમાં આગ મામલે FSLના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

જવલનશીલ પદાર્થના કારણે લાગી: ફોરેન્સીકના પ્રાથમિક રીપોર્ટમાં ખુલાસો :મૃતક મહિલાના પતિનો દાવો સાચો પડ્યો

સુરતના વરાછાના  હીરાબાગ સર્કલ પાસે રાજધાની નામની ખાનગી બસમાં લાગેલી આગ મુદ્દે, મૃતક પરિણીતા તાન્યાના પતિએ પહેલા જ કહ્યું હતું કે, બસમાં જ્વલનશીલ પદાર્થ હતા.અને કોઈ AC હતા જ નહિ કે બ્લાસ્ટ થાય. મૃતક તાન્યાના પતિ વિશાલે કરેલો દાવો પણ ફોરેન્સિક રીપોર્ટમાં સો ટકા સાચો સાબિત થયો છે. રીપોર્ટમાં કહેવાયું છે કે, બસમાં જ્વલનશીલ પદાર્થ કે લિક્વીડને કારણે આગ લાગ્યાનું અનુમાન છે.જો કે એનાલીસીસ રીપોર્ટ આવવાનો બાકી છે. બસમાં સેનેટાઈઝરનાં કેરબા હોવાની વાત પણ પ્રાથમિક તબક્કે સામે આવી હતી. બસમાં આગ લાગવાની ઘટના બાદ એવું પણ કહેવાયું હતું કે, AC કામ્પ્રેસરમાં blast થવાથી આગ લાગી હતી. પણ ઘટનાના ગણતરીના કલાકોમાં જ સાબિત થયું હતું કે, બસમાં AC જ નહોતા. ત્યારે સવાલ ઉઠ્યા હતા કે, તો બસમાં આગ લાગી જ કેવી રીતે ?

દુર્ઘટનામાં સખ્ત દાઝી ગયેલા અને પત્ની ગુમાવી ચુકેલા વિશાલે સારવાર દરમિયાન જ કહ્યું કે, બસમાં જવલનશીલ પદાર્થ ભર્યા હતા તેના પરિણામે આગ લાગી હતી. હવે વિશાલનો દાવો પહેલા રીપોર્ટમાં સાચો  સાબિત થયો છે

  વિસ્તારમાં આવેલા હીરા બાગ સર્કલ પર તાજેતરમાં જ ઘટેલી ગમખ્વાર ઘટનામાં એક યુવા જોડી ખંડિત થઇ. લગ્નની મધુરજની માણી પરત આવી રહેલા નવ યુગલ સાથે એવી કરુણા સભર ઘટના ઘટી કે ઘડીના છઠ્ઠા ભાગમાં નવ યુગલ એક મેકથી અલગ થઇ ગયું. ફરીને પરત પોતાના વતન જઈ રહેલા દંપતીને બસમાં ફાટી નીકળેલી અચાનક આગે લપેટમાં લઇ લીધા, જીવ બચાવવા બારીમાંથી કૂદેલા પતિનો તો ચમત્કારિક બચાવ થયો , પરંતુ પત્ની બારીમાંથી બહાર ના આવી શકી. અને હજુ તો હાથની મહેંદીનો રંગ પણ નહોતો ઉતાર્યો ત્યા જ બસની ભડ ભડતી અગન જ્વાળાએ તેણીના જીવનના ઓરતા રાખમાં પલટી નાખ્યા હતા. 

(1:05 am IST)