Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

દરિયાપુરમાં કોંગ્રેસે પોતાનો ગઢ જીતવામાં સફળતા મેળવી

ભાજપના કાર્યકર્તાઓ હાર બાદ રડવા લાગ્યા : દરિયાપુર વોર્ડની બેઠક જાળવી રાખતા કોંગ્રેસમાં ખુશી

અમદાવાદ,તા.૨૩ : શરુઆતના ટ્રેનમાં ભાજપ આગળ છે તેની સાથે હવે પરિણામો પણ આવવાના શરુ થઈ ગયા છે. કોંગ્રેસનો ફરી દરિયાપુર વોર્ડમાં વિજય થયો છે જેની સાથે કોંગ્રેસના કાર્યકર્તા ઉત્સાહમાં આવી ગયા છે તો બીજી તરફ ભાજપના કાર્યકર્તા ભાવુક થઈ ગયા છે. પોતે સખત મહેનત કરી હતી અને આ વખતે જીતની આશા હતી પરંતુ હાર થતા આઘાત લાગ્યો છે. પરિણામ આવે તે પહેલા દરેક પક્ષ દ્વારા પોતાની જ જીત થશે તેવા પ્રચાર દરમિયાન અને મતદાન દરમિયાન દાવા કરવામાં આવતા હોય છે પરંતુ ખરું પરિણામ તો ઈફસ્માંથી મતોની ગણતરી થવાની શરુ થાય ત્યારે જ ખબર પડે છે.

આવામાં દરિયાપુર વોર્ડની કોંગ્રેસની બેઠક કોંગ્રેસના હાથમાં ગઈ છે આમ છતાં ભાજપના કાર્યકર્તાઓ નિરાશ થઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પોતાની જીત થશે તેવો વિશ્વાસ હતો પરંતુ મતદારોએ તેમનો તેમને સાથ ના મળ્યો. બાકી પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે જેના કારણે કોંગ્રેસને નુકસાન થશે તેવું માનવામાં આવતું હતું. સ્થાનિક મીડિયા સાથે વાત કરીને ભાજપના કાર્યકર્તાઓ રડતા-રડતા બોલ્યા કે, પંદર દિવસ ઊંઘ્યા પણ નથી.. રાત-દિવસ જોયા વગર અમે કામગીરી કરી છે.. ભાજપના એક કાર્યકર્તાએ જણાવ્યું કે, આ વખતે ૫૦% તો આવી જ જઈશું તેવું લાગતું હતું પરંતુ ના આવતા અમને દુઃખ થયું છે.

કોંગ્રેસનો ગઢ ગણાતી દરિયાપુર બેઠકમાં આ વખતે કંઈક પલ્ટો થશે તેવી આશા હતી જેના કારણે કાર્યકર્તાઓએ બમણા જોર સાથે પાર્ટીનો તથા પોતાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો પરંતુ અમે ધાર્યું હતું તેવું પરિણામ ના આવ્યું. સવારે જે રીતે ટ્રેન્ડમાં ભાજપ હતું પરંતુ હવે વડોદરા, સુરત, અમદાવાદમાં હાર જીતના પરિણામો ધીમી-ધીમે સામે આવી રહ્યા છે.

(9:30 pm IST)