Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કપરાડાના કરજૂન ગામે ગૌતસ્કરો પર પોલીસનું ફાયરીંગ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ વાતચીતમાં જણાવ્યું કે રાત્રી દરમિયાન ગાય ચોરીને ભાગતા ગૌતસ્કરો 38 કિમી પોલીસે પીછો કર્યો હતો અને પોલીસને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો અંતે તેમના પર ફાયરીંગ કરવું પડ્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ: કપરાડાના સુખાલા ગામેથી ગૌતસ્કરો ગાય ચોરી કરી ભાગવા જતા પોલોસે રોકવા માટે પીછો કરી પોલીસ વાનને ટક્કર મારી પથ્થર મારો કરતાં મામલો ગરમાયો હતો. જેના પગલે કપરાડા પીએસઆઇ ભાદરકા અને નાનાપોંઢા પીએસઆઇ ગામિતે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જેના પગલે ગૌ તસ્કર જીવ લઇને ઉભી પુછડીએ ભાગ્યા હતા. સમગ્ર ઘટનામાં બે એક હેડ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડને પથ્થર મારાને પગલે ઈજાઓ પોહચી હતી.
વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચનાના પગલે કપરાડા અને નાનાપોંઢા પોલીસે ગૌ તસ્કરો પર દબાણ વધાર્યું હતુ. આ દબાણ વચ્ચે મંગળવારે વહેલી સવારે તાલુકાના સુખાલા ગામે થી એક પીકઅપ ટેમ્પોમાં ગૌતસ્કરો ગાય ભરી ને જતાં હોવાની બાતમી મળતા નાનાપોઢા પોલીસ ની મોબાઈલ વાન તેનો પીછો કર્યો હતો. જોકે તસ્કરો ની પિકઅપ નાનાપોઢા હદ છોડી ને કપરાડા પોલીસ ની હદ માં આવેલ કરજૂન ગામે પ્રવેશી હતી. જેની જાણકારીના પગલે કપરાડા પીએસઆઈ ભાદરકા અને તેમની ટીમ સ્થળ ઉપર પોહચી ગૌતસ્કરો ને પકડવા ફિલ્મી ઢબે પીછો કર્યો હતો, પરંતુ ગૌતસ્કરો ની પીકઅપ માં સવાર અન્ય લોકો દ્વારા પોલીસ ની જીપ ઉપર પથ્થર મારો કરવામાં આવતો હતો. જેમાં પોલીસ ની મોબાઈલ વાન ને નુકશાન થયું હતું. પીછો કરતા તસ્કરોની વાન કરજૂન ઘોડવેરી ફળીયામાં વાળી હતી. જોકે ત્યાં થી અન્યત્ર ભાગવા માટે માર્ગ ન હોય પોલીસે તસ્કરો ની પિકઅપ રોકવા માટે મોબાઈલ વાન માર્ગ માં મૂકી પથ્થરો મૂકી રોકવા પ્રયાસ કર્યો, પરંતુ તસ્કરો દ્વારા પથ્થર મારો કરી પુરપાટ ઝડપે પિકઅપ લઇ આવીને મોબાઈલ વાન ને ટક્કર મારી ફરાર થઈ જવા માં સફળ રહ્યા હતા. જોકે, પોલીસ અને ગૌતસ્કર વચ્ચેના ઘર્ષણમાં પથ્થર મારા થી બચવા માટે કપરાડા પીએસઆઈ ભાદરકાએ અને નાનાપોંઢા પીએસઆઇ ગામિતે સ્વંબચાવ માં બે રાઉન્ડ ફાયરિંગ કરતા તસ્કરો 38 કિમીનો ચકરાવો કરી ઉભી પુછડીએ ભાગ્યા હતા. ગૌ તસ્કરો મરાઠી ભાષા બોલતા હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટના માં નાનાપોઢા પોલીસ ના હેડ કોનસ્ટેબલ યોગેશભાઈ ઈશ્વરભાઈ મહલા,અને હોમગાર્ડ વસંતભાઈ ને સામાન્ય ઈજાઓ થતા નાનાપોઢા સરકારી હોસ્પિટલ માં સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.જ્યારે અકિલા સાથે ની વાતચીતમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે રાત્રી દરમિયાન ગાય ચોરીને ભાગતા ગૌતસ્કરો 38 કિમી પોલીસે પીછો કર્યો હતો અને પોલીસને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો અંતે તેમના પર ફાયરીંગ કરવું પડ્યું હતું.

(9:41 pm IST)