Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

આ જીત લોકોના ભાજપ ઉપર જબરદસ્ત વિશ્વાસનું પ્રતિક : અમિતભાઇ ગુજરાત ભાજપનો ગઢ, વિકાસ માટે કોઇ કચાશ નહીં રખાય : વિજયભાઇ

અમદાવાદ,તા. ૨૪: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇએ ભાજપને મળેલ ભવ્ય જીતેન ભાજપની નીતિ અન નિયતમાં લોકોનો અવિશ્વસનીય વિશ્વાસનું પ્રતિક ગણાવ્યું છે. ટ્વીટમાં તેમણે જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણની સાથે રાજ્યનો વિશ્વસ્તરીય વિકાસ માટે સતત પ્રયાસ કરે છે.

તેમણે મહાનગરોમાં ભાજપનો વિકાસ અને પ્રગતિના ઉપર ફરીથી વિશ્વાસ વ્યકત કરવા બદલ ગુજરાતના લોકોનો આભાર માનેલ. મુખ્યમંત્રી વિજયભાઇ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ તથા તમામ કાર્યકર્તાઓને જીતના અભિનંદન પાઠવેલ. તેમણે તમામ ઉપસ્થિત લોકોના મોઢા મીઠા કરાવેલ.

મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવેલ કે ગુજરાતે ૬ મહાનગરપાલીકાઓમાં ભવ્ય જીત અપાવી ફરી સાબીત કર્યું છે કે આ રાજ્ય ભાજપનો ગઢ છે. તેમણે ટ્વીટમાં જણાવેલ. વિજયભાઇએ વધુમાં જણાવેલ કે વર્ષોથી મહાનગરપાલીકાઓમાં ભાજપને શહેરના વિશ્લેષકોને બતાવી દીધુ છે કે એન્ટી ઇન્કમ્બેસી શબ્દ ગુજરાતમાં લાગુ નથી થતો.

આ વિજયને ગુજરાતની જનતાએ અધ્યયનનો વિષય બનાવી દીધો છે. તેમણે મતદારોનો આભાર વ્યકત કરતા ચૂંટણીમાં મહેનત કરનાર કાર્યકર્તાઓની પ્રશંસા કરી અને તેમને પણ જીત બદલ અભિનંદન આપેલ.

(3:51 pm IST)