Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

SGVPના આંગણે યોજાયેલ વસંતપંચમીના ઉત્સવ દરમિયાન યજ્ઞવલ્લભદાસજી સ્વામીએ PhD. માટે તૈયાર કરેલ શોધનિબંધ ઠાકોરજી તથા સંતોને અર્પણ કર્યો

અમદાવાદ તા.24:  SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયસદજીના શિષ્ય યજ્ઞવલ્લભદાસજી સ્વામીએ એચ.કે. કૉલેજ, અમદાવાદના પ્રો. ડૉ. રવિન્દ્રકુમાર ખાંડવાલાનાં માર્ગદર્શન હેઠળ રસસૂત્રના સંદર્ભમાં શ્રી સ્વામિનારાયણીય સંત સાહિત્યમાં નવ રસ નિરૂપણ એ વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી સી. યુ. શાહ યુનિવર્સિટી, વઢવાણમાંથી PhD ની ઉપાધિ પ્રાપ્ત કરી છે.

સ્વામી યજ્ઞવલ્લભદાસજીએ વેદાંતાચાર્ય (MA) અને તત્ત્વાચાર્ય (M.Phil) સુધીનો અભ્યાસ કરેલો છે, તેમજ SGVP ગુરુકુલના મુખપત્ર ગુરુકુલ દર્શનના સંપાદક તરીકે તેમજ દર્શનમ્‌સંસ્કૃત મહાવિદ્યાલયમાં સેવા આપી રહ્યા છે. સ્વામી યજ્ઞવલ્લભદાસજીએ ડોક્ટર ઓફ ફિલોસોફી (PhD)ની પદવી પ્રાપ્ત કરીને પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજી, પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણસ્વામી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી સહિત ગુરુકુલ પરિવારના સર્વે સંતો અને હરિભક્તોનો રાજીપો પ્રાપ્ત કરેલ છે.

વિશેષમાં આ પ્રસંગે સંતોને માર્ગદર્શન આપનારા સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીને પણ સંતોએ શુભકામના પાઠવી હતી.

(4:03 pm IST)