Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ઈડરના ગંભીરાપુરા નજીક રીક્ષા-કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત:એક યુવાનનું ગંભીર ઈજાથી મોત

ઈડર: તાલુકાના ગંભીરપુરા પાસે રીક્ષા અને કાર વચ્ચેના અકસ્માતમાં રીક્ષામાં સવાર ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. જે પૈકી એક યુવકનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માત બાદ ફરાર થઈ જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર લીંભોઈ ગામે રહેતા ઠાકોર પરિવારના મહિલા સહિત ત્રણ વ્યક્તિ સોમવારે સાંજના સુમારે રીક્ષા ભાડે કરી અંકાલા લગ્ન પ્રસંગમાં જવા નિકલ્યા હતા. દરમિયાન લીંભોઈ-ગંભીરપુરા રોડ પર સામેથી રોંગ સાઇડમાં આવતી એક કારે રીક્ષાને ટક્કર મારી હતી.

ટક્કરને કારણે રીક્ષામાં સવાર કાર્તીકભાઈ ઠાકોરરાજુભાઈ ઠાકોરકંકુબેન ઠાકોર તથા રીક્ષાચાલક યોગેશ ઠાકોરને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત કાર્તીકભાઈ ઠાકોરનું મંગળવારે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

(5:10 pm IST)