Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ગાંધીનગર:કોબા-અડાલજ હાઇવે માર્ગ પર રિક્ષામાં પસાર થઇ રહેલ બે વેપારીને પોલીસના સ્વાંગમાં આવેલ બે ગઠિયા લૂંટી રફુચક્કર

ગાંધીનગર:શહેર જિલ્લામાં ઘરફોડ ચોરીની સાથે હવે નવી નવી મોડેશ ઓપરેન્ડીથી ઠગાઈ કરતાં ગઠીયાઓ પણ સક્રિય થયા છે ત્યારે પોલીસની ઓળખ આપીને નિર્દોષ નાગરિકોને લૂંટતી નવી ગેંગ પણ મેદાને આવી છે. ત્યારે શહેર નજીક કોબા-અડાલજ હાઈવે માર્ગ ઉપર રાજસ્થાનના વેપારીને પોલીસની ઓળખ આપીને લૂંટી લેવાની ઘટના બની છે. અંગે મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના જાલોર જિલ્લાના થુર ગામમાં રહેતા મોહનભાઈ પ્રેમાજી બાગરી મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં કાચના શોપીસ વેચવાનું કામ કરે છે. ગત ગુરૃવારના તે તેમના પુત્ર સંજય અને ભત્રીજા કિશન સાથે મહારાષ્ટ્રના મલકાપુરથી લકઝરી બસમાં બેઠા હતા અને તેમની પાસે શોપીસ વેચીને આવેલા . લાખ રૃપિયા હતા જયારે તેમના ભત્રીજા પાસે ૧૮ હજાર રોકડા હતા જે તેમને થેલામાં મુકી દીધા હતા. અમદાવાદ સીટીએમ ખાતે બપોરે ઉતર્યા બાદ તેઓ રીક્ષામાં ઈન્દિરાબ્રીજ અને ત્યાંથી રીક્ષામાં બેસીને ત્રિમંદિર અડાલજ આવવા માટે નીકળ્યા હતા. સમયે કોબા-અડાલજ હાઈવે માર્ગ ઉપર તેમની રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે જીજે-૦૧-કેબી-૭૦૮૮ નંબરની કારમાં બે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને રીક્ષા રોકી હતી. મોહનભાઈને બે શખ્સોએ પોતે પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને થેલા ચકાસ્યા હતા. ત્યારબાદ શખ્સોએ થેલા કારમાં મુકીને તેમને અડાલજ પોલીસ ચોકી આવવા માટે કહયું હતું. જેથી મોહનભાઈ અને તેમના પુત્ર અને ભત્રીજો રીક્ષામાં અડાલજ પહોંચ્યા હતા પરંતુ ત્રણ રસ્તા પાસે કોઈ પોલીસ ચોકી નહીં હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ તેઓ રાજસ્થાન વતનમાં ગયા હતા અને પરિવારજનોને જાણ કર્યા બાદ ગઈકાલે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. હાલ તો અડાલજ પોલીસે .ર૭ લાખની રોકડની ચોરી અંગે ગુનો નોંધીને નકલી પોલીસ બનીને આવેલા ગઠીયાઓની શોધખોળ આદરી છે. 

(5:10 pm IST)