Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ગાંધીનગર નજીક ભાટ ગામમાં ચાંદખેડાના શખ્સ પાસેથી સાડા ચાર લાખ રૂપિયા વ્યાજે લેતા શખ્સે જમીન પચાવી પાડતા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી

ગાંધીનગર:જિલ્લામાં ઉંચા ટકાથી વ્યાજે રૃપિયા ફેરવતી ટોળકીઓ સક્રિય થઈ છે ત્યારે ભાટ ગામમાં રહેતા રપ વર્ષીય યુવાન રવિ ચીનુભાઈ પટેલે બે વર્ષ અગાઉ માતાની બિમારી અને કારમાં ખર્ચ પેેટે તેના ઓળખીતા સતીષ મશરૃભાઈ ભરવાડ રહે.અમિયાપુર દ્વારા ચાંદખેડામાં રહેતા ભરતભાઈ ભુરાભાઈ ભરવાડનો સંપર્ક કરાવ્યો હતો અને બન્ને જણાએ સાડા ચાર લાખ રૃપિયા આપવાની વાત કરી હતી અને ભરતભાઈ ભરવાડે તેનું દસ ટકા વ્યાજ વસુલવાનું નક્કી કર્યું હતું. જમીન પેેેટે ગાંધીનગર કોર્ટમાં એક નોટરી પણ કરાવી હતી. ત્યારબાદ યુવાનને જરૃર પડતાં સતીષ ભરવાડ પાસેથી પણ .૧૦ લાખ લીધા હતા જેનું દસ ટકા વ્યાજ નક્કી થયું હતું અને ઝુંડાલમાં રહેતા રાજુભાઈ રામજીભાઈ રબારી પાસેથી પણ ત્રણ લાખ રૃપિયા લીધા હતા જેનું દસ ટકા વ્યાજ ચુકવતો હતો. લોકડાઉનમાં રૃપિયા ચુકવી શકાયા નહોતા અને રાજુભાઈએ રપ લાખની ઉઘરાણી શરૃ કરી હતી. દરમ્યાનમાં થોડા દિવસ અગાઉ યુવાનને ભરતભાઈ ભરવાડે જમીન સંદર્ભે જાહેર ચેતવણી આપી હતી અને કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેથી યુવાન અને તેના પિતાએ શખ્સો સાથે તપોવન પાસે બેઠક કરી હતી. જેમાં પ૧ લાખની સામે અઢી કરોડ લેવાના કાઢયા હતા તેમજ સતીષ ભરવાડે ૧પ લાખ રૃપિયા વસુલવાની વાત કરી હતી અને સમાધાન નહીં કરી કોર્ટમાં દાવો દાખલ કરી દીધો હતો અને જમીન હવે ટાઈટલ કલીયર નહીં થાય તેવી ધમકી આપી હતી. જેથી શખ્સો જમીન પડાવી લેશે તેવો ડર યુવાનને સતાવતો હતો અને તેના કારણે તેણે ઘરમાં મચ્છર મારવાની દવા પી લીધી હતી. હાલ યુવાનની ફરીયાદના આધારે પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. 

(5:10 pm IST)