Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ઓફિસમાં ભાગીદારો વચ્ચેની તકરારમાં મહિલા ભાગીદાર પર જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના અલકાપુરી વિસ્તારમાં એક ઓફિસમાં ભાગીદારો વચ્ચેની તકરારમાં મહિલા ભાગીદાર ઉપર હુમલો થતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અલકાપુરી રોડ પરની હોટલ મેનેજમેન્ટ એજ્યુકેશનને લગતું કામ કરતી ઓફિસની મહિલા ભાગીદારે વિશાલ પ્રકાશભાઈ વ્યાસ રહે પરિચય પાર્ક,દિવાળીપુરા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારા ધંધાદારી વિવાદ ના કારણે ગઈકાલે બપોરે ઓફિસમાં ધસી આવેલા વિશાલ ભાઈ મારી ચેમ્બરમાં આવી ઝઘડો કર્યો હતો.

મહિલા ભાગીદારે કહ્યું છે કે વિશાલ ભાઈએ ગડદાપાટુનો માર માર્યો હતો અને ધક્કો મારી ફેંકી દીધી હતી. તેમણે મને એસિડ છાંટવાની અને અપહરણ કરીને જીવ જશે નહીં ત્યાં સુધી હોકીના ફટકા મારવાની ધમકી આપી હતી. સામે પક્ષે વિશાલ ભાઈ પણ તેમના પત્ની સાથે એજ્યુકેશનનીપ્રવૃત્તિ કરતી પાટીદાર મહિલા સામે ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(5:13 pm IST)