Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વડોદરાના વાઘોડિયા ચેક પોસ્ટ નજીક નશાની હાલતમાં બાઈક પર જઈ રહેલ ત્રણ યુવાનોને પાણીગેટ પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ ચેક પોસ્ટ પાસે દારૃનેા નશો કરીને બાઇક પર જતા ત્રણ યુવકોને પાણીગેટ પોલીસે ઝડપી પાડી બે બાઇક કબજે લીધી છે.

પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રાતે વાઘોડિયા રોડ વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો. તે સમયે વાઘોડિયા રોડ અંબે  સ્કુલ પાસેથી એક બાઇક સવાર વાંકી ચુકી બાઇક ચલાવીને જતો હતો.

જેથી,પોલીસે તેને રોકી તપાસ કરતા બાઇક સવાર નશાની હાલતમાં હોવાનું જણાઇ આવ્યુ હતું.પોલીસે બાઇકસવાર કલ્પેશ કનુભાઇ (રહે.કૃષ્ણ નગર ઝૂંપડપટ્ટી,પૂનમ કોમ્પલેક્સ પાસે વાઘોડિયા રોડ) ની વિરૃદ્ધ ગુનો દાખલ કરી બાઇક કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં પાણીગેટ  પોલીસે વાઘોડિયા ચેક પોસ્ટ પાસેથી ડબલ સવારી વાંકી ચુકી બાઇક લઇને પસાર થતા () મહેશ ગાંડાભાઇ (રહે.પૂર્ણિમા સોસાયટી,સ્નેહલ પ્રિન્ટિંગ પ્રેસની બાજુમાં,ખોડિયાર નગર પાસે)તથા ()મુકેશ દશરથભાઇ (રહે.ખોડિયાર નગરની બાજુમાં) ને રોકીને તપાસ કરતા બંને નશો કરેલી હાલતમાં હતા.જેથી,પોલીસે બંનેની સામે ગુનો દાખલ કરી બાઇક કબજે લીધી છે.

(5:13 pm IST)