Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વડોદરાના વારસિયા વિસ્તારમાં વહુએ સાસુને માર મારતા આંખમાં છેદ થઇ જતા પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા: શહેરનાવારસિયાની જયશ્રી પાર્ક સોસોયટીમાં રહેતા દિપકભાઇ હીરાલાલ શર્મા માતા રજનીબેન,પત્ની દિપા તથા બે વર્ષની પુત્રી સાથે રહે છે.અને કાપડની દુકાનમાં નોકરી કરે છે.દિપકે પોલીસને જણાવ્યું છે કે,ગઇકાલે બપોરે દોઢ વાગ્યે  મંે પત્નીને ફોન કર્યો હતો પરંતુ,તેણેે  ફોન ઉપાડયો નહતો.ત્યારબાદ ફરીથી અઢી વાગ્યે મેં ફોન કર્યો  હતો.ત્યારે મારી નાની પુત્રીએ ફોન ઉંચક્યો  હતો.અને તે રડતી હોય મે ફોન કટ  કરીને મારી મમ્મીને કોલ કર્યો હતો.પરંતુ, તે ફોન મારી પત્નીએ ઉપાડયો હતો .અને કહ્યુ હતું કે,કશું થયુ નથી.તે સમયે મારી મમ્મીનો પાછળથી અવાજ આવ્યો હતો કે,દિપાએ નાની પુત્રીને માર માર્યો છે.

સાંભળતા હું દુકાન પરથી સીધો ઘરે આવ્યો હતો.ઘરે આવીને જોયું તો મારા મમ્મીની આંખમાંથી લોહી નીકળતુ હતું. જમણા ગાલ  પર સોજો હતો.ગળા  પર નખોરિયા માર્યા હોવાના નિશાન હતા.અને પીઠ પર પણ  ઝાડુ વડે માર માર્યાના નિશાન હતા.મંે તરત પોલીસને જાણ કરી હતી.અને એમ્બ્યુલન્સ બોલાવી મમ્મીને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં લઇ ગયો હતો.મારી મમ્મીને ઝઘડાનું કારણ પૂછતા તેમણે જણાવ્યુ હતું કે,દિપા ઓનલાઇન કંપનીની મિટીંગ  કરતી હતી.તે સમયે નાની બેબીથી પાવડર ઢોળાઇ જતા દિપાએ તેના  પર ગુસ્સે થઇને ઠપકો આપ્યો  હતો.અને તમારાથી ધ્યાન રખાતુ નથી, તેવું કહીને મારા પર ગુસ્સે થઇને મને માર  માર્યો  હતો.ડોક્ટરને ઇજા બાબતે મેં પૂછતા તેમણે જણાવ્યુ હતું કે,તમારા મમ્મીને આંખમાં છેદ થઇ ગયો છે. ઉપરોક્ત ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.

(5:14 pm IST)