Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ગુજરાતને ખેલકૂદ રમત-ગમત ક્ષેત્રે બે અણમોલ નજરાણાં આપવા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામાભિધાન સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે: 233 એકરમાં નિર્માણ થનારું વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ એન્કલેવ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ તરીકે ઓળખાશે: અમદાવાદ શહેર વિશ્વ સ્તરીય ખેલકૂદ સુવિધાઓ સાથે ‘સ્પોર્ટ્સ સિટી’ તરીકે વિશ્વ ખ્યાતિ પામશે.

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામાભિધાન કરવા માટે કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા જી.સી.એનો ગુજરાતની જનતા જનાર્દન વતી આભાર વ્યક્ત કરી આનંદ અને હર્ષની લાગણી વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ મોટેરા ખાતે 233 એકરમાં નિર્માણ થનારા વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ એન્કલેવને પણ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ તરીકેની ઓળખ આપવાની કેન્દ્રીય ગૃહ મંત્રીઅમિતભાઈ શાહની જાહેરાત માટે આભાર દર્શાવ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અમદાવાદમાં ઉદ્દઘાટન થયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નામ સાથે જોડવાની આ ઘટનાને તેમણે સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ ઘટના વર્ણવી છે.
ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન જી.સી.એના અધ્યક્ષ તરીકે નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શ્રેષ્ઠ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ સંકુલ
આપવાનું સપનું સાકાર થયું છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ થવાથી વિશ્વ સ્તરીય ખેલકૂદ પ્રશિક્ષણ સાથે કોમનવેલ્થ, એશિયાડ અને ઓલિમ્પિક જેવી ગેઈમ્સ માટે પણ અમદાવાદ સ્પોર્ટ્સ સિટી તરીકે દેશ-દુનિયામાં અવશ્ય ખ્યાતિ પ્રાપ્ત કરશે.
આ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં ત્રણ હજાર જેટલાં બાળકો વિવિધ રમતોની તાલીમ લઈ શકે તેવી વ્યવસ્થાથી ગુજરાતની ભાવિ પેઢી પણ ખેલકૂદ ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકશે તેવી અપેક્ષા વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું છે કે, રાષ્ટ્રપતિશ્રીના હસ્તે જેનું ભૂમિપૂજન થયું છે તેવું આ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ગુજરાતને ખેલકૂદ ક્ષેત્રે શ્રેષ્ઠ બનાવવાની પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પના સાકાર કરશે

(6:49 pm IST)