Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ભાજપે ‘અલોકશાહી ઢબે' જીતેલ કચ્‍છની છ વિધાનસભા બેઠકો કબ્‍જે કરવા કોંગ્રેસનો નગારે ધા

ગુજરાત કોંગ્રેસ સહપ્રભારી-રણનીતિકાર રામકીશન ઓઝાની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૪ :.. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષનાં રાષ્‍ટ્રીય સ્‍તરથી માંડીને પ્રદેશસ્‍તર સુધીનું માળખુ વધુ સક્રિય થયુ છે. રાજકોટ-ઉદેપુરની ચિંતન શીબીરો બાદ ગુજરાત પ્રભારી ડો. રઘુ શર્મા તથા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તથા સહપ્રભારીઓને ઝોનલ તથા વિધાનસભા બેઠકો વાઇઝ આગેવાનો - કાર્યકરો ચૂંટાયેલા પ્રતિનિધીઓ - ટીકીટ ઇચ્‍છુકો બુથ મેનેજમેન્‍ટ સંભાળી રહેલ આગેવાનો સાથે સંવાદ કરી, સૂચનો મેળવી વિજયી સંકલ્‍પ સાથે આદેશો અપાતા જેના ભાગરૂપે ગુજરાતનાં ઝોનલ - સહપ્રભારી તથા એઆઇસીસીનાં મંત્રી રામકીશન ઓઝા તથા નિરીક્ષકશ્રી જશવંતસિંહ ભાટી તથા તેમની ટીમે તમામ વિધાનસભા ક્ષેત્રની બેઠકોનો કચ્‍છ પ્રવાસ જીલ્લા પ્રમુખ યજાુવેન્‍દ્રસિંહ જાડેજાનાં નેતૃત્‍વતળે તથા પ્રદેશ મહામંત્રીઓ સર્વશ્રી વી. કે. હુંબલ, આદમભાઇ ચાકી, નવલસિંહ જાડેજાની ઉપસ્‍થિતીમાં યોજાયો હતો. જે અંતર્ગત  જીલ્લા મથક ભુજ મધ્‍યે ગુજરાત સહપ્રભારી શ્રી ઓઝા તથા શ્રી ભાટીની ઉપસ્‍થિતીમાં ઉમેદભુવન ખાતે ટોંચનાં આગેવાનોની મહત્‍વની બેઠક મળી હતી.

આ બેઠકમાં પ્રદેશ સહપ્રભારી રામકીશન ઓઝાએ આગેવાનોને પ્‍લાનીંગથી આગળ વધી - બુથ મેનેજમેન્‍ટ મજબૂત કરી, કામગીરીનું વિસ્‍તૃતીકરણની બાબત પર ભાર મૂકયો હતો શ્રી ઓઝાએ જણાવ્‍યું હતું કે કચ્‍છની જે  બેઠકો ભાજપે નજીવી સરસાઇથી જીતી છે જેમાં બોગસ મતદાન-અલોકશાહી ઢબે પ્રચાર, મશીનરીનો દુરૂપયોગ, ધર્મના નામે મતોનું ધ્રુવીકરણ વિ. બાબતો મુખ્‍ય છે. જેથી આગામી ચૂંટણીમાં સૌ પહેલા કોંગ્રેસ પક્ષે બુથ મેનેજમેન્‍ટ, અપપ્રચારનો મુકાબલો તથા  ભાજપની બોગસ મતદાન પધ્‍ધતિ સામે લડાયક રીતે બહાર આવવા - સંઘર્ષ કરવા અનુરોધ કર્યો હતો. ત્‍યારબાદ પ્રજા સાથે ‘સંવાદ' ૈસ્‍થાપિત કરી, સંવાદ સમિતિની રચના તથા ‘કોંગ્રેસ પ્રજાના દ્વારે' જેવા જનસંપર્ક કાર્યક્રમોથી પ્રજાની વચ્‍ચે જઇ બુથ સુધી મજબૂતાઇથી લડવા અનુરોધ કર્યો હતો.

આ મીટીંગમાં મુસ્‍તાક હિંગોરજા, ભવ્‍ય પટેલ, ગનીભાઇ કુંભાર, પી.સી.ગઢવી, રાજેશ ત્રિવેદી, પુષ્‍પાબેન સોલંકી, હાસમ સમા, ધર્મેન્‍દ્ર ગોહિલ, રાજેન્‍દ્રસિંહ  જાડેજા વિ. સુચનોમાં બુથમેનેજમેન્‍ટ, વિધાનસભા ઉમેદવારની પસંગી વહેલીતકે બોગસ મતદાન જે પ્રિસાઇડીંગ ઓફિસરોની મીલીભગતથી થાય છે. તેવા સંવેદનશીલ બુથો પર સીસીટીવી કેમેરા લગાવવા સ્‍વચ્‍છ અને સારા ઉમેદવારની પસંદગી ચૂંટણી બાદ પણ ઇવીએમ મશીનની સુરક્ષામાં સ્‍ટ્રોંગરૂમ સુધી આયોજન ગોઠવે વિ સુચનો કર્યા હતાં.

ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ સ્‍વાગત પ્રવચન કરી આવકાર્યા હતાં. તાલુકા પ્રમુખ હરેશ આહિરે મીટીંગની રૂપરેખા સમજાવી હતી. સહપ્રભારી  ઓઝાએ ભુેજ વિધાનસભા ટીકીટ ઇચ્‍છુક આગેવાનોનાં કલાસ લીધા હતાં અને વિધાનસભા બેઠક અંગે આંકડાકીય-સામાજીક વ્‍યુહરચના અંગે પ્રેઝેટેશન કર્યુ હતું.

આ પ્રસંગે આગેવાનો સહપ્રભારી રામકીશન ઓઝા, જશવંતસિંહ ભાટી, યજુવેન્‍દ્રસિંહ જાડેજા, વી. કે. હુંબલ, આદમ ચાકી, નવલસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહ જાડેજા, અરજણ ભુડીયા, કિશોરદાન ગઢવી, હરેશ આહિર, ગનીભાઇ કુંભાર, પી. સી. ગઢવી, દિપક ડાંગર, ઘનશ્‍યામસિંહ ભાટી, શામજીભાઇ આહિર, રામદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્ર ગોહિલ, પુષ્‍પાબેન સોલંકી, માનશી શાહ, રસીકબા જાડેજા, અંજલી ગોર, રવજીભાઇ આહીર, ઇલીયાશ ઘાંચી, રાજેશ ત્રિવેદી, મહેન્‍દ્ર ઠકકર, ફકીરમામદ કુંભાર, રજાક ચાકી, મીત જોષી, શંભુ ડાંગર, રમેશ વોરા, એચ. એસ. આહીર, ધીરજ રૂપાણી, સંજય ભુડીયા, અમીષ મહેતા, હાસમ સમા, મહેબુબ પખેરિયા, આકાશ ગોર, નરેન્‍દ્રસિંહ જાડેજા, મુસ્‍તાક હિંગોરજી, રઘુવીરસિંહજી જાડેજા, યાકુબ ખલીફા, વિશાલ ગઢવી, ધૈર્ય ગોર, હિંમતસિંહ જાડેજા, જયદેવ ગઢવી, અલ્‍તાફ મણીયાર, શેહજાદ સમા, સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતાં.

સંચાલન પ્રદેશ બક્ષીપંચ ઉપપ્રમુખ શામજીભાઇ આહીર તથા આભારવિધી હરેશ આહિરે તથા આયોજન વ્‍યવસ્‍થા ધીરજ રૂપાણી, રાજૂ સાંઇએ સંભાળી હતી. એવું જીલ્લા પ્રવકતા ગનીભાઇ કુંભાર દ્વારા જણાવાયું છે.

(12:09 pm IST)