Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મહેસાણામાં ડોન ગણાતા ગોપાલની તેની પત્ની અને સાળાએ કરી ધારદાર હથિયારથી હત્યા

આડા સંબંધના વહેમમાં પત્ની અને સાળાએ મળીને ગોપાલની હત્યા કરી નાખી: બંનેની ધરપકડ

મહેસાણા:શહેરના ગોપીનાળા નજીક આવેલા ઘરમાં ગોપાલ નામના શખ્સની હત્યા કરી નાખવામાં આવી છે. એક જમાનામાં ડોન ગણાતા ગોપાલની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. ગોપાની હત્યા ધારદાર હથિયારથી કરવામાં આવી છે. આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે ગોપાલ ડોનની હત્યા તેની જ પત્ની અને સાળાએ કરી નાખી છે. ગોપાલ ડોનની હત્યાના સમાચાર મળતાની સાથે જ તેના નજીકના સંબંધીએ તેના ઘર ખાતે દોડી ગયા હતા. પોલીસ આ કેસમાં હાલ ગોપાલ ડોનની પત્ની અને તેના સાળાની અટકાયત કરી લીધી છે.

ગોપાલનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. જે બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. એવી માહિતી મળી છે કે આડા સંબંધના વહેમમાં પત્ની અને સાળાએ મળીને ગોપાલની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે ગોપાલ ડોનના કોઈ અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા. આ વાતને લઈને પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પત્નીએ તેના ભાઈ સાથે મળીને તેના પતિ એવા ગોપાલ ડોનની હત્યા કરી નાખી હતી.

 

પોલીસે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, “મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આ બનાવ બન્યો હતો. ગોપાલની હત્યા તેની પત્ની કેસર અને તેના ભાઈએ સાથે મળીને કરી છે. ગોપાલને અન્ય કોઈ મહિલા સાથે આડા સંબંધ મામલે પત્ની સાથે ઝઘડો થયો હતો. આ બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.”

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, “ગોપાલની પત્ની અને તેના સાળાએ માથામાં લોખંડના સળિયાનો ફટકો મારીને ગોપાલની હત્યા કરી નાખી હતી. ગોપાલ મહેસાણાનો જૂનો હિસ્ટ્રી ચીટર હતો, તેમજ તેની વિરુદ્ધ અનેક ગુના દાખલ છે. આ મામલે પોલીસે હાલ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ ગુનામા સંડોવાયેલા બંને આરોપીની પોલીસ અટકાયત કરી લીધી છે.”

 

(9:18 pm IST)