Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

તિલકવાડા પોલીસે ઉકરડામાં સંતાડેલો રૂ .૩૭,૪૦૦ના ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી બુટલેગરોને ઝબ્બે કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એમ.બી.ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેકટર ઈન્ચાર્જ તિલકવાડા પોલીસ સ્ટેશનનાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે ઈન્દરમા ગામે રહેતા મુન્ના ખુશાલભાઈ ડુ.શીલ (હાલ રહે . ઈન્દરમા તા.તિલકવાડા જી.નર્મદા મુળ રહે,કુકરદા તા.નસવાડી જી.છોટાઉદેપુર )નાઓના ઘરની ઝડતી તપાસ કરતા તેના કબ્જાના ઉકરડામાં ત્રણ વિમલ ગુટખાના તથા એક કાળા થેલામાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય રાજયનો ઇગ્લિશ દારૂ મેકડોલ નંબર ૧ રીસીવર વ્હીસ્કી ઓરીજન કાચની કંપની શીલબંધ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ -૧૦ કિ. રૂ .૭,૦૦૦ તથા રોયલ બ્લુ મલ્ટ વ્હીસ્કી પ્લાસ્ટીકની કંપની શીલ બંધ ૭૫૦ એમ.એલ. ની કુલ બોટલ ૪૮ કિ.રૂ .૧૪,૪૦૦ તથા મેકડોલ નંબર ૧ રીસીવર વ્હીસ્કી ઓરીજન કાચની કંપની શીલબંધ ૧૮૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ -૬ કિ.રૂ .૧૪,૪૦૦ તથા પ્લાસ્ટીકની પોટલીમાં ૧૮૦ એમ.એલ નો ભારતીય બનાવટનો પોટલી નંગ -૧૬ કિ.રૂ. ૧,૬૦૦ મળી કુલ કિ.રૂ. ૩૭,૪૦૦ નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:05 pm IST)