Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ઢોચકી ગામે મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે અધિકારીઓને રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ઢોચકી ગામમાં સરકાર દ્વારા ચાલતી મનરેગા હસ્તકની કામગીરી માં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે નવા ઘાંટા અને ખોજલવાસા ગામના પંચાયત હોદેદારો એ તંત્રને રજૂઆત કરી છે
મળતી માહિતી મુજબ વસાવા દિનેશભાઈ ભયજીભાઈ, ડેપ્યુટી સરપંચ, ખોજલવાસા ,પંચાયત અને સભ્ય વસાવા સંજયભાઈ દામજીભાઈ નાઓએ કલેકટર,વન વિભાગ સહિતના અધિકારીઓને લેખિત રજૂઆતમાં જણાવ્યું કે ગઈ તારીખ ૨૦-૫-૨૦૨૨ ના રોજ અમો તથા ૨ાજેશ ગુલાબસિંહ વસાવા , તથા મેહુલ મંગળદાસ વસાવાનાઓ ઢોચકી ગામની ખાડીમાં જંગલખાતા તરફથી મનરેગા યોજના હેઠળ ચેકડેમમાં માટી બહાર કાઢવાનો કામગીરી ચાલતી હોય આ માટી કામગીરીમા મનરેગા યોજનામાં કામ કરતા મજુરી સાથે નાના બાળકો પણ મજુરી કામ કરતા નજરે પડતા અમોએ ત્યાં કામ અર્થે આવેલા નાના બાળક ( બાળ મજુરી બાબતે વાત કરતા વન વિભાગના વોચમેન જશુભાઇ કાલિદાસ વસવાએ અહી ફોટા કેમ પાડો છો તેમ કહી બોલાચાલી કરી ઝપાઝપી કરી તે વખતે તેના ભાઈ વસાવા રણછોડ કાલીદાસ તથા જશોદાબેન તથા સુધાબેન ઝગડો કર્યા હોય ઝગડો કરવાની ના પાડતા ગુસ્સામાં આવી મેહુલ ભાઈનો પાસે મોબાઇલ ઝુંટવી લીધો હતો,આમ મનરેગા યોજનામાં નાની વયના બાળકોને મજૂરીકામે મજુરી કરાવતા હોય અને મસ્ટરમાં નામ ન હોવા છતા મજુરી કામે બોલાવી વ્યાપક પ્રમાણમાં ગેરરીતી આચરતા હોય માટે યોગ્ય તપાસ કરી પગલાં લેવા રજૂઆત કરાઈ છે.

(11:11 pm IST)