Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

માતાજીના પહેલાં દર્શન કર્યા બાદમાં તસ્કરે દાગીના ચોર્યા!

ભક્તિભાવ વાળો સુરતનો ચોર : સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર વિસ્તારમાં ડરના માહોલ સાથે જોરદાર ચકચાર મચી ગઈે

સુરત,તા.૨૩ : સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ભગવાનના મંદિરો પણ આવેલા તસ્કરોએ નિશાન પર છે તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી કરવાની ઘટનાઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પહેલા ચોરી કરવા આવેલા તસ્કરોને માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ માતાજીની મૂર્તિ ઉપર રહેલા દાગીનાની ચોરી કરી હતી જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતાં હવે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સાથે ચકચાર મચી જવા પામી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોના અંતર દિનપ્રતિદિન વધી રહ્યો છે તે મકાન દુકાન હોય તે ગમે તે જગ્યા હોય તેણે પોતાનું નિશાન બનાવી ચોરી કરતા હોય છે જોકે તસ્કરો ચોરી કરે છે ત્યારે મંદિરો પણ તેમાં બાદ નથી આ મંદિરોમાંથી ભગવાન ના દાગીના સહિત મૂર્તિની ચોરી અને ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે ત્યારે ચોરીની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે તેને લઈને ચકચાર મચી જવા પામી છે.

  કારણ કે અહીંયા જ તસ્કરો ચોરી કરવા તો પહોંચ્યા છે પણ ચોરી કરતા પહેલા માતાના ભક્ત એવા આપજો કરો પહેલા માતાજીના દર્શન કરે છે અને ત્યારબાદ તેના સતત માતાજીની મૂર્તિ પર રહેલા દાગીનાની ચોરી કરી ફરાર થઈ જાય છે. જોકે, વહેલી સવારે ૩ વાગ્યાથી લઈને વચ્ચેની આ ઘટના નજીકમાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવી મીડિયામાં વાઇરલ થયા ત્યારે તેમની ભક્તિ જોઈને લોકો પણ એક વખત દંગ થઈ ગયા હતા. કારણ કે જે માતાજીના મુત્યુ ભરેલા દાગીનાની ચોરી કરવા પહેલા તે માતાજીનું દર્શન કરે છે તેમની ભક્તિ કરે છે અને ત્યારબાદ ચોરી કરે છે આ સમગ્ર ઘટના કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે તેને લઈને આવે અનેક તર્ક-વિતર્કો થઈ ગયા છે જોકે સીસીટીવીના થતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે જે તસ્કરો જે રીતે ચોરી કરે છે તેને લઈને ભલભલા એક વખત વિચારતા થઈ ગયા કે આ તો કેવા તરત જ કરો કે જે ભગવાનની પૂજા-અર્ચના બાજ પૂરી કરે છે.

 

(9:11 pm IST)