Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજ્યમાં નિયમો થોપી બેસાડે તેવા બંધારણના હકો નથી: દારૂબંધી મુદ્દે હાઇકોર્ટમાં અરજદાર અને એડવોકેટ જનરલ વચ્ચે જબરી દલીલો

રાજ્યમાં દારૂબંધી હોવાથી પ્રવાસીઓ ઘટ્યા :એડવોકેટ જનરલે કહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂની પરવાનગી ન મળી શકે.

અમદાવાદ :રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદાર અને એડવોકેટ જનરલ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી.

અરજદારે કહ્યું કે, રાજ્યમાં દારૂબંધી હોવાથી પ્રવાસીઓ ઘટ્યા છે. તો સામે એડવોકેટ જનરલે કહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂની પરવાનગી ન મળી શકે. ગુજરાત હાઇકોર્ટમાં અરજદારની અરજી યોગ્ય નથી. તો સામે અરજદારે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં આવી અનેક અરજી થાય છે. અને ગુજરાતમાં પણ આ અરજી યોગ્ય છે. કોઈ રાજ્યમાં નિયમો થોપી બેસાડે તેવા બંધારણના હકો નથી. તો સામે એડવોકેટ જનરલે કહ્યું રાજ્યમાં દારૂની પરવાનગી નહીં અપાય.

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર સુનાવણી થઈ હતી. દારૂબંધીને પડકારતી અરજી પર એડવોકેટ જનરલે HCમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. ગાંધીજીના ગુજરાતમાં દારૂ પરવાનગી આપવી યોગ્ય નથી. જેમાં ગાંધીજીના ગુજરાતમાં દારૂ પરવાનગી આપવી યોગ્ય નથી, બીજી તરફ એડવોકેટ જનરલે અરજદારને સલાહ આપી કે, રાઈટ ટુ પ્રાઇવસીનો મુદ્દો હોય તો સુપ્રિમના દરવાજા ખખડાવો તે યોગ્ય છે.

ત્યારે એડવોકેટ જનરલ અને અરજદારના વકીલ વચ્ચે હાઇકોર્ટમાં ધારદાર દલીલો શરુ કરાઈ હતી. જેમાં કોઈપણ રાજ્યના નિયમો બંધારણના હક્કો પર ઉપરી ન હોઈ શકે તેવી રજૂઆત અરજદાર વકીલે કરી છે. ગુજરાતમાં દારૂની પરવાનગી નહીં અપાય. ત્યારે અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરાઈ કે, ગુજરાતમાં દારૂબંધી હોવાથી ટુરિસ્ટોની સંખ્યમાં ઘટી રહી છે. તેમ છતાં એડવોકેટ જનરલે વાંધો ઉઠાવી કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂની પરવાનગી નહીં અપાય. જે અંગે તમામ સુનાવણી પૂર્ણ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

   બીજી તરફ દારૂની પરમિટ માટે આંકડાઓ સામે આવ્યા છે. એ ચોંકાવનારા છે. રાજ્યમાં દારૂ પીવા માટે પરમિટની અરજીમાં વધારો થઈ રહ્યો છે. દારૂની મંજૂરી માંગતી અરજીઓ 3 વર્ષમાં બમણી થઇ ગઈ છે. વર્ષ 2019-20માં 3,587 અરજીઓને મંજૂરી અપાઈ હતી. વર્ષ 2017-18માં 1717 અરજીઓને મંજૂરી અપાઈ હતી. સ્વાસ્થ્યના કારણોસર સૌથી વધુ અરજીઓ કરવામાં આવે છે. વર્ષ 2019-20માં 10,189 જૂની મંજૂરીઓ રિન્યુ પણ કરવામાં આવી છે.

(10:07 pm IST)