Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

૮પ ટી.ડી.ઓ.ની જગ્યા બઢતીથી ભરાશે

બઢતી સમિતિએ લીલીઝંડી આપીઃ ટૂંક સમયમાં હૂકમો થશે

રાજકોટ તા. ર૪ :.. રાજયમાં તાલુકા વિકાસ અધિકારી કક્ષાની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારે કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં ડીપાર્ટમેન્ટલ પ્રમોશન કમીટીએ વિસ્તરણ અધિકારી અને નાયબ ચીટનીસ કક્ષાના ૮પ જેટલા કર્મચારીઓને તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ બઢતી આપવા માટે લીલીઝંડી આપી દીધાનું જાણવા મળે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દરેકનો સર્વિસ રેકોર્ડ તપાસી મંજૂરી આપે એટલે બઢતીના વિધિવત હૂકમો થશે.

રાજયમાં રપ૧ તાલુકાઓ ઉપરાંત અન્યત્ર મળી ટી. ડી. ઓ. ની ૩૦૦ થી વધુ જગ્યાઓ અસ્તિત્વમાં છે. જેમાંથી ૧પ૦ થી ર૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે. વર્ગ-૩ ના કર્મચારીઓની વર્ગ-ર માં ટી. ડી. ઓ. કક્ષાએ બઢતીથી નિમણુંક થયા બાદ ખાલી જગ્યાઓનું પ્રમાણ ઘણુ ઘટશે. ર૦૧૮ બાદ ટી. ડી. ઓ. કક્ષાની જગ્યા માટે પ્રથમ વખત બઢતી - બદલીનો ઘાણવો આવી રહ્યો છે.

(11:42 am IST)