Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

હોમિયોપેથીક દવાખાના અને મેડીકલ ઓફિસરોનો વર્ગ-૨માં સમાવેશ કરોઃ રજુઆત

સરકાર દ્વારા આયુષ ચિકિત્સાને પ્રાધાન્ય આપવામાં આવ્યું ત્યારે

રાજકોટઃ નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર હેઠળ કાર્યરત પણ સરકારી હોમિયોપેથીક દવાખાના તથા હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ઘણા લાંબા સમયથી વર્ગ-૩ તરીકે કાર્યરત છે.

ભારત સરકાર તથા ગુજરાત સરકાર તથા ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા આયુષ ચિકિત્સાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે હોમિયોપેથી દવાખાનાને પણ વર્ગ-૨માં અપડેટ કરી યોગ્ય સન્માન આપવા માટે સરકારી હોમિયોપેથીક દવાખાનાના મેડીકલ ઓફીસરો દ્વારા નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર ખાતે રજુઆત કરવામાં આવી. આ રજૂઆતમાં સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેકટીસ એલાઉન્સ મળવા અને ગુજરાત રાજયમાં જિલ્લા પંચાયત હેઠળ કાર્યરત હોમિયોપેથીક દવાખાનની વહીવટી કામગીરી આયુર્વેદ દવાખાનાની જેમ જિલ્લા આયુર્વેદ દવાખાનાની જેમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા કરવા માટેની રજુઆત કરવામાં આવી હતી.

(11:43 am IST)