Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસ જ ભાજપને હરાવવા સક્ષમ ''આપ'' ભાજપની જ બી ટીમ : હાર્દિક પટેલ

ભાજપ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે : હું ''આપ'' મા જોડાવાનો નથી

અમદાવાદ, તા. ર૪ : કોંગ્રેસના કાર્યવાહી અધ્યક્ષ હાર્દિક પટેલ ના આપ અને ભાજપ અંગેના એક નિવેદનથી ગુજરાતની રાજકારણ ફરી ગરમાયુ છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા ઉઠી છે. ત્યારે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા હાર્દિકે પટેલે કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે અને હુ આપમા જોડાવાનો નથી અને આ તમામ ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે. સાથે જ હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી છે.  હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવા છે એ અંગે હાર્દિક પટેલે જવાબ આપ્યો કે, ભાજપ પોતાની મનમરજીથી પ્લાન કરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહી છે. ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસ પાર્ટી જ ભાજપને હરાવવા સક્ષમ છે. તેથી ભાજપ આમ આદમી પાર્ટીને આર્થિક અને સામાજિક રીતે પીઠબળ પૂરુ પાડે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કોંગ્રેસ સારુ પ્રદર્શન કરીને સત્તા મેળવશે.

(4:33 pm IST)