Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

બાયડ-કપડવંજ નજીક ટ્રક-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટનાસ્થળેજ મોત

બાયડ:બાયડ-કપડવંજ નેશનલ હાઈવે પર બાયડ ચોકડી પાસે ટ્રક તથા બાઈક વચ્ચે ધડાકાભેર અથડાયા હતા. ટ્રક અને બાઈક વચ્ચે અથડાતા લાશના કુરચા ઉડી ગયા હતા.

અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. બાયડ બસ સ્ટેન્ડ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

અંગે મળતી માહિતી મુજબ ગુલાબસિંહ રમેશભાઈ ઝાલા (રહે.વલવા મહુડા)ફરીયાદ અનુંસાર તા.૨૩--૨૦૨૧ ના રોજ સવારના સુમારે પિતાજી રમેશભાઈ મોટર સાયકલ બાઈક લઈને તેન૫ુર ખાતે શો-રૂમ ખાતે નોકરી જવા નિકળ્યા હતા. ત્યારે બાયડ બસ સ્ટેશન નજીક આવેલા સી. કોમ્પલેક્ષ પાસે એક ટ્રક ચાલકે બેદરકારી ગફલતરી ટ્રક હંકારી મોટર સાયકલને અકસ્માત સર્જાતા માથાના ભાગા ઉપરથી ટ્રકનું ટાયર નીકળી જતા માથાનો ભાગ ગંભીર ઈજાઓ પહોંચી  રમેશભાઈ મોહનભાઈ ઝાલા .૪૫ (રહે.વલવા મહુડા) નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. લાશને બાયડ ની સી.એચ.સી  પી.એમ  ખાતે ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક ટ્રક મુકી ને નાસી ગયેલ હતો.

બાયડ પોલીસે ગુલાબસિંહ રમેશભાઈ ઝાલા (રહે.વલવા મહુડા)ફરીયાદ નોંધી ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:30 pm IST)