Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ગાંધીનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસદ્વારા દોડધામ હાથ ધરવામાં આવી: બાતમીના આધારે પિયજ નર્મદા કેનાલ નજીક વોચ ગોઠવી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે પિયજ નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી હતી જો કે દારૃની હેરાફેરી કરતા બે બાઈક સવારો ભાગ્યા હતા. જે પૈકી પોલીસે એકને ઝડપી લીધો હતો અને એક ભાગી જવામાં સફળ રહયો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી દારૃની ૧ર બોટલ મળી ર૪ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.   

હાલમાં જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે જે અંતર્ગત દારૃની હેરાફેરી અને વેચાણ કરતાં શખ્સોને પકડવા માટે પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના કલોલ તાલુકામાં પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જીજે-૧૮-ડીબી-૫૮૪૩ નંબરના બાઈક ઉપર બે શખ્સો વિદેશી દારૃની હેરાફેરી કરી રહયા છે જે બાતમીના પગલે પોલીસ ટીમે પિયજ નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળું બાઈક આવતાં તેને ઉભું રાખવા ઈશારો કર્યો હતો જો કે શખ્સોેએ બાઈક ભગાડી મુકતાં પોલીસે તેનો પીછો કર્યો હતો અને બાઈક પાછળ સવાર શખ્સ બાઈક ઉપર થેલો મુકીને નાસી છુટયો હતો. પોલીસે બાઈકચાલકને ઝડપી લીધો હતો અને પુછપરછમાં તેનું નામ મિથુન રતનજી ઠાકોર રહે.નાગેશ્વરી માતાજી મંદિર પાસેઉવારસદ જેની પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૃની ૧ર બોટલ કબ્જે કરવામાં આવી હતી. જયારે ભાગી ગયેલા શખ્સ સંદર્ભે પુછતાં ઉવારસદ ગામનો જગાજી ઉર્ફે જેકે ઉર્ફે જગદીશ કાળાજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બન્ને શખ્સો સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી ર૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. દારૃ કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે.

(5:41 pm IST)