Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ગાંધીનગરમાં સે-7માં મોપેડની ડેકી તોડી ગઠિયાએ બે લાખ રૂપિયાની ઉઠાંતરી કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

ગાંધીનગર: શહેર અને આસપાસના વીસ્તારોમાં ઘરફોડ ચોરીની સાથે ગઠીયા ટોળકી પણ સક્રિય થઈ છે અને કિંમતી મુદ્દામાલ ચોરી રહી છે ત્યારે ગઈકાલે બપોરના સુમારે શહેરના સે-૩માં બે લાખ રૃપિયાની ચોરીની ઘટના બનવા પામી હતી. અંગે મળતી વિગતો પ્રમાણે સે-૧૪ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાન નં.ર૧૮/૧૯માં રહેતા અને એજ્યુકેશન સંસ્થા ચલાવતા રજનીકાંત હરેશભાઈ ચૌહાણ ગઈકાલે બપોરના સુમારે તેમનું મોપેડ લઈને સે-૧૦માં આવેલી એસબીઆઈ બેન્કમાં ગયા હતા જયાં બેન્કમાંથી તેમણે અઢી લાખ રૃપિયા ઉપાડયા હતા અને આ રૃપિયા તેમણે તેમના મોપેડની ડેકીમાં મુકયા હતા. જયાંથી તેઓ સીધા સે-૩/એ ખાતે આવેલી લાભ કોમ્પ્લેક્ષની ઓફીસમાં જમવા માટે ગયા હતા. જમીને પરત તેઓ તેમના મોપેડ પાસે આવ્યા તેની ડેકી તુટેલી હાલતમાં હતી અને તેમાં તપાસ કરતાં પ૦ હજાર રૃપિયાનું એક જ બંડલ હતુ અને બે લાખ રૃપિયા ચોરાયા હતા. આસપાસમાં તપાસ કરવા છતાં ગઠીયાઓનો કોઈ પતો લાગ્યો નહોતો જેથી આ મામલે સે-૭ પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને ગઠીયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. 

(5:49 pm IST)