Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

યુવાનોને અવસરઃ તાલુકા-જિલ્લા પંચાયતોમાં ૧૬ હજાર ભરતી થશે

તલાટી, કલાર્ક, આરોગ્ય કાર્યકર, વિસ્તરણ અધિકારી બનવા પરીક્ષાની તૈયારી કરવા માંડો ટૂંક સમયમાં ભરતી આવી રહી છે

રાજકોટ, તા. ૨૪ :. રાજ્યમાં પંચાયત ક્ષેત્રે વર્ગ-૩ના કર્મચારીઓની મોટાપાયે ભરતી આવી રહી છે. અગાઉ જાહેર કરાયેલ તલાટી અને જુનિયર કારકૂનની જગ્યાઓ વધારવા ઉપરાંત તાલુકા-જિલ્લા પંચાયતની અન્ય કેડરોની પણ ભરતી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કુલ ૧૬ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરવાની થાય તેવો અંદાજ સરકારી સૂત્રો આપી રહ્યા છે. જગ્યાની મંજુરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા અરજીઓ મંગાવાશે. સેંકડો શિક્ષિત બેરોજગારો માટે આશાનું કિરણ ફૂટયુ છે.  જાણવા મળ્યા મુજબ પંચાયત તલાટી, કલાર્ક, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, આરોગ્ય કર્મચારી વગેરેની ખાલી જગ્યાઓની દરેક જિલ્લામાંથી માહિતી મંગાવાઈ રહી છે. એક સાથે ૧૬ હજાર જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા પ્રથમ વખત થશે. તબક્કાવાર પરીક્ષાઓ લેવાશે. ટેકનિકલ સિવાઈની વહીવટી સેવા માટે શૈક્ષણિક લાયકાત ધો.૧૨ પાસની છે. સરકાર માર્ચ ૨૦૨૨ પૂર્વે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે. સરકાર ભરતી પ્રક્રિયાને અભિયાન તરીકે ચલાવવા માંગે છે. લેખિત પરીક્ષાના પરિણામના આધારે ઉમેદવાર નિમણૂક પાત્ર બનશે. પંચાયત ક્ષેત્રે ખાલી પડેલી જગ્યા ભરાવાથી વહીવટમાં ગતિ અને ગુણવત્તા વધશે.

(6:50 pm IST)