Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

નર્મદા જિલ્લામાં ૯૮ મિમી વરસાદ નોંધાયો

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન માત્ર દેડીયાપાડા તાલુકામાં જ ૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે.આ સિવાય જિલ્લાના અન્ય કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.આમ, નર્મદા જિલ્લામાં આજ દિન સુઘી સરેરાશ કુલ ૯૮ મિ.મિ. એટલે કે ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૯૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે નાંદોદ તાલુકો -૧૦૦ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૮૭ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૫૮ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૫૩ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

(8:29 pm IST)