Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

એલસીબી નો સપાટો:દમણ થી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલાવવાનું મોટું કૌભાંડ પકડાયું

ખોટા બિલો બનાવી નવા કિમીયા કર્યો :કન્ટેનરમાંથી અધધ 11.64 લાખના દારૂનો જથ્થો પકડાયો:દમણના નામચીન રમેશ માઈકલ અને સુરતના બાબુ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યા:કન્ટેનરમાંથી 388 પેટી દારૂનો જથ્થો મળ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લા પોલીસ બુટલેગરો પર વીજળી માફક તુટી છે જિલ્લા પોલીસે બુટલેગરોના અનેક કીમિયા ફેલ કર્યા છે જિલ્લા  પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાની ટીમ સિંહ માફક ત્રાટકતા બુટલેગરો બકરી બન્યા છે

 

વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે પારડી હાઇવે ઉપર ટુકવાડા પાસેથી એક કન્ટેનરમાંથી 16,272 બોટલ દારૂના જથ્થા સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. દમણના રમેશ માઈકલ અને સુરતના બાબુ મારવાડીને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી એલસીબીએ આગળની તપાસ હાથ ધરી છે.

 

389 દારૂ પેટી સાથે 16,272 બોટલ દારૂનો જથ્થો પકડાયો હતો દમણથી ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવા માટે બુટલેગરો અનેક કિમીયા અપનાવી રહ્યાં છે. વલસાડ પોલીસ બુટલેગરના તમામ કિમીયાઓને ફેલ કરવા પ્રયત્નો કરી રહ્યાં છે. દમણના રમેશ માઈકલ અન્ય પાસેથી બિલો મેળવી એક કન્ટેનર ન.RJ-40-GA-3765 માં બીલના સામાનની જગ્યાએ 389 દારૂ પેટી જેમાં 16,272 બોટલ દારૂનો જથ્થો ભરીને સુરત તરફ મોકલી રહેતા હતા.

 વલસાડ એલસીબીના મહેન્દ્રદાન જીલુભાને બાતમી મળી હતી. જે બાતમીના આધારે ટુકવાડા ખાતે કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનર ચાલકે ઓરિજનલ અલગ અલગ વસ્તુઓના બિલ રજૂ કર્યા હતા.ચાલક શાહરૂખ શેરમહમદ પઠાણની ધરપકડ કરાઇ હતી

  કન્ટેનરમાં ચેક કરતા બીલમાં દર્શાવેલા સામાનની જગ્યાએ વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનર ચાલકની ધરપકડ કરી પૂછપરછ કરતા દમણથી રમેશ જગુભાઈ પટેલ ઉર્ફે રમેશ માઈકલે દારૂનો જથ્થો કન્ટેનરમાં ભરાવી આપ્યો હતો. અને સુરત ખાતે બાબુ મારવાડીને દારૂનો જથ્થો પહોંચાડવાનો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું. વલસાડ એલસીબીની ટીમે 16,272 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 11.64 લાખ અને કન્ટેનર તેમજ 2 મોબાઈલ મળી કુલ 21.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક શાહરૂખ શેરમહમદ પઠાણની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(8:57 pm IST)