Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

નર્મદા જિલ્લામાં ઇન સર્વિસ ફરજ બજાવતા તબીબોએ પડતર માંગણીઓ બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોકટરોની પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી જેના કારણે તબીબોમાં અસંતોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને ઇન સર્વિસ ડોક્ટર્સની માંગણીઓને વહેલી તકે સ્વીકારવામાં આવે તે માટે નર્મદા જિલ્લાના સરકારી હોસ્પિટલોના ઇન સર્વિસ ડોક્ટરોએ નર્મદા જિલ્લા કલેકટર,સાંસદ ગીતાબેન રાઠવા તથા સાંસદ મનસુખ ભાઇ વસાવા ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે સાથે જો 25 જૂન સુધીમાં ઇન સર્વિસ ડોકટરોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે
  ગુજરાત રાજ્ય ઇન સર્વિસ ડોક્ટર એસોસિયેશનના પ્રમુખ પ્રેમકુમાર કન્નડ એ જણાવ્યું કે ગત મે મહિનામાં પરિવાર અને કલ્યાણ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં ઇન સર્વિસ ડોકટરોને સાતમા પગાર પંચ સળંગ સેવા આદેશ / અનુસ્નાતક અભ્યાસ માટે ૨૫ ટકા અનામત બેઠક / બઢતી લાભ / સહિતની માંગણીઓ અંગે બેઠક યોજાઈ યોજવામાં આવી હતી જેમાં પ્રશ્નો અને માંગણીઓ અંગે સત્વરે ઉકેલ આવી જશે એવુ આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી માંગણીઓ અંગે સંતોષકારક નિર્ણય લેવાયો નથી જેના પગલે આગામી 25 જૂન સુધીમાં ઇન સર્વિસ ડોકટરોની પડતર માગણીઓ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો ડોક્ટરોના ના છૂટકે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

(10:49 pm IST)