Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

થરાદમાં સગા બનેવીએ સાળી સાથે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

થરાદ: તાલુકાના એક ગામમાં પોતાના જ સગા બનેવીએ સગીર સાળી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોકાવનારી ઘટના સામે આવતા સભ્ય સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માતા-પિતા મજૂરી અર્થે ગયા હતા તે તકનો લાભ લઈ બનેવીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટનાનો આખરે ભાંડો ફૂટયો હતો. જે અંગેની થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

થરાદ તાલુકાના એક ગામમાં બનેવીએ સગીર વયની સાળી સાથે કુકર્મ આચર્યું હતું. કેટલાક મહિનાઓ અગાઉ દિકરીના માતા-પિતા ધંધા-રોજગાર અર્થે ગયા હતા. તેની અકલતાનો લાભ લઈ સગીરાના બનેવીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.  આ ઘટનાના પાંચ થી છ મહિના બાદ સગીરાને ગર્ભ રહી ગયો હોવાની જાણ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સગીરાએ ડરના કારણે પોતાના પરિવારજનોને આ અંગેની વાત કરી ન હતી. બાદમાં સગીરાએ આ અંગે માતા-પિતાને જાણ કરતા થરાદ પોલીસ મથકમાં બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે તેનુ મેડિકલ પરિક્ષણ કરવાની તેમજ આરોપીને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

(7:05 pm IST)