Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ઠાસરા તાલુકાના બાધરપુરા ગામે મહીં કેનાલમાં ખાબકેલી નિલગાયનું ભારે જહેમતથી રેસ્ક્યુ કરવામાં આવ્યું

ઠાસરા”તાલુકાના બાધરપુરા ગામ પાસેથી પસાર થતી અને વણાંકબોરી ડેમથી નીકળી ડાભસરગામથી બાધરપુરા, આગરવા, કાંકણપુર, ખંભાત અને નડીયાદ તરફ જતી મુખ્ય મહીકેનાલમાં આજે બુધવારના દિને સવારે ૧૦ વાગે એક નીલગાય મહીકેનાલમાં પીવાના પાણી માટે નીચે ઉતરતાં ભારે ગભરાઈ ગયું હતું. અત્યારે વરસાદ ના હોવાથી ખેતરોમાં રહેતા પ્રાણીઓને તળાવો પાણી વગર સુક્કા થઈ જતાં પીવાના પાણી માટે મહીકેનાલમાં ઉતરી જતાં પાણી થોડુ હોવાથી બહાર નીકળી શકતા ના હોવાથી પાણીમાં સતત રહેવાથી ડૂબકી ઉઠે છે. ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના મહીકેનાલના કિનારે આવેલા ગામોમાં ના ઉભા ખેતરોમાં નીલ ગાયો. અને ભુંડોનો ખુબ ત્રાસ હોઈ ઉભા ખેતરોના પાકને નુકશાન કરે છે. ભેલાણ કરે છે તેમ છતાં મુંગા પ્રાણીઓ સંક્ટમાં હોય ત્યારે બાધરપુરા, ડાભસર ગામના યુવાનો આવી નીલ ગાયોને પાણીંમાંથી બહાર કાઢવાની તજવીજ કરે છે. માનવતા ખાતર જોખમ વ્હોરે છે. હમણા બે દિવસ પહેલાં નીલગાયનું એક નાનુ બચ્ચું પાણીમાં પડતાં બાધરપુરાના યુવાનો અને ઠાસરાના બલ્લુ પરમારએ જાનના જોખમે મહીકેનાલમાં ઉતરી જઈને આ બચ્ચાને જીવતું બહાર કાઢ્યું હતું. આજે બુધવારે સવારે દસવાગે એક નીલગાય ડાભસરથી નીકળી બાધરપુરા ગામ તરફ આવતી મુખ્ય મહી કેનાલમાં પાણી પીવા ઉતરતાં બાધરપુરા ગામના યુવાનો ભારે જહેમત ૪ કલાક સુધી ઉઠાવી પરંતુ નીલગાય મોટી હોવાથી પાણીમાં બહાર કાઢનાક યુવાનોને માથુ ભારવાના પ્રયત્નો કરતાં ભારે જહેમત કરવા છતાં બહાર કાઢી ના શકયા છેવટે ઠાસરાના જંગલખાતાના ડી.એફ.ઓ વિજયભાઈ પટેલને જાણ કરતાં તેમણે નીલગાય મહીકેનાલમાંથી બહાર કાઢવા તરવૈયા અને ટીમને સ્થળ ઉપર રવાના કરી હોવાનું જાણવા મળ્યું હતું.

(7:07 pm IST)