Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વડોદરાના તાંદલજા વિસ્તારમાં પ્રેમ સંબંધમાં યુવકે દગો કરતા યુવતીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા તાંદલજા વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધમાં યુવકે દગો કરતાં નાસીપાસ થતા બે વખત અફઘાન આ પ્રયાસ બાદ આજે તેના નિવાસસ્થાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે જે.પી.રોડ પોલીસમાં ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના નૂરજહાં પાર્કમાં રહેતી 25 વર્ષીય નફિસા નામની યુવતીને અમદાવાદમાં રહેતા તેમની જ જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ યુવકે વિશ્વાસઘાત કરતાં યુવતી આઘાતમાં આવી ગઈ હતી અને બે વાર અમદાવાદ જઇ રિવરફ્રન્ટ ખાતે વિડિયો બનાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. ત્યારબાદ પરિજનો દ્વારા વડોદરામાં જે.પી.પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા પરંતુ ત્યારે પોલીસે ધ્યાન આપ્યું ન હતું અને યુવતીએ વડોદરામાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. આ જ રીતે પાંચ વર્ષ અગાઉ પ્રેમમાં વિશ્વાસઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં આયશા નામની યુવતીએ રિવરફ્રન્ટ પર જઇ વિડિયો બનાવી આત્મહત્યા કરી હતી છાસવારે પ્રેમમાં વિશ્વાઘાત, દગાને કારણે આત્મહત્યા જેવી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે અને હવે વડોદરા શહેરના તાંદલજામા રહેતી નફીઝા તેનો ભોગ બની છે ત્યારે પોલીસે હવે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

(7:09 pm IST)